ચાર દિવસની અંદર શનિદેવ થશે મહેરબાન, આ રાશિના લોકો બનશે ભાગ્યશાળી

મેષ: તમે આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. તમારી ઊંડી ચિંતનશક્તિ આ કાર્યમાં તમારી સહાયતા કરશે. શત્રુઓથી તમારે સાવચેત રહેવું નહીતો નુકસાન થઈ શકે છે. તમે જો નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો સમય ખરાબ હોવાને કારણે થોડો વિલંબ રાખો. નોકરી કરતા લોકોને અચાનક ધનલાભ થવાનો યોગ બની રહ્યો છે પરંતુ તમારા ઉચ્ચ અધિકારી સાથે સારો વ્યવહાર રાખવો જરૂરી છે.

વૃષભ: તમારા વ્યાપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. તમે સામાજિક ક્ષેત્રમાં સફળતા અને યશ કીર્તિ પ્રાપ્ત કરી શકો છો જેથી તમારું માન-સન્માન વધશે. તમને લાભ થવાની સંભાવના છે. જેથી આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના લોકો સાથે સુમેળ રાખવો જરૂરી છે. તમે સાંજના સમયે તમારા મિત્રોને મળી શકો છો અને તેમની સાથે ધંધાને લઈને ચર્ચા કરી શકો છો.

મિથુન: તમારા માટે સમય સારો છે. આ અઠવાડિયામાં તમે કોઈ મનોરંજન અથવા આનંદના કાર્યમાં વ્યસ્ત વ્યસ્ત રહેશો. મિત્ર તથા પરિવાર સાથે સંબંધો મજબૂત થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમને સારી પ્રતિષ્ઠા મળશે. તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે શુભ રંગ લાલ છે.

કર્ક: સમય તમારા માટે આનંદદાયક છે. ગ્રહયોગ સારો હોવાને કારણે પરિવારના લોકો સાથે સારો સમય વિતાવશો. જરૂરી કાર્યને કારણે ધન ખર્ચ થઈ શકે છે પરંતુ આર્થિક લાભ સારો હોવાને કારણે નુકસાન થશે નહિં. નોકરી કરતા લોકો માટે કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે પરંતુ તમારા ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થઈ શકે છે જેથી તમારે ગુસ્સાને નિયંત્રણમાં રાખવો. સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે.

સિંહ: પરિવારના દરેક સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ-પ્રસંગમાં મિલનનો યોગ બની રહ્યો છે. તમને માનસિક અસ્વસ્થતા અને નિરાશા મહેસુસ થશે. જોકે બધી ચિંતાઓ જલ્દી દૂર થઈ જશે. મોટી સફળતા મળવાના કારણે તમારું મન પ્રસન્ન થશે. કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાને કારણે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કર્યું છે તો તે ફસાઈ શકે છે.

કન્યા: આ અઠવાડિયામાં તમારે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે અન્યથા અકસ્માત થવાની સંભાવના છે. પારિવારિક તણાવ વધી શકે છે અથવા સંપત્તિ ને લગતી સમસ્યા થઈ શકે છે. તમે મશીનરી પર ખર્ચ કરશો તેનાથી માનસિક ચિંતા વધશે પરંતુ થોડા સમય પછી ધનલાભ થવાથી ખુશી આવશે. પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે. તમારા બાળકો તરફથી કોઈ ખુશીના સમાચાર સાંભળવા મળી શકે છે.

તુલા: કોઈ નવા કાર્યને શરૂ કરવા માટે સમય શુભ છે. તમારા પ્રિય વ્યક્તિ તરફથી તમને ઉપહાર પ્રાપ્ત થશે. તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. સામાજિક રૂપે તમારું માન-સન્માન વધવાની સંભાવના છે. શારીરિક રૂપે અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. સંપત્તિ સાથે જોડાયેલા વિવાદોનો ચુકાદો આવી શકે છે જે તમારા પક્ષમાં આવશે. તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય બાબતે થોડી પણ બેદરકારી મોટું નુકસાન લાવી શકે છે.

વૃશ્ચિક: તમે નક્કી કરેલું કાર્ય પુર્ણ ન થવાથી નિરાશ થઇ શકો છો. કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય બાબતે નિર્ણય લેવો યોગ્ય નથી. પારિવારિક વાતાવરણમાં તણાવ આવી શકે છે પરંતુ અઠવાડિયાના મધ્યમાં પરિવારજનો અને ભાઈ બહેન સાથે આનંદદાયક સમય વીતશે. તમે શારીરિક અને માનસિકરૂપે સ્વસ્થ રહેશો. તમારા માટે શુભ રંગ લાલ છે. સુખ શાંતિ માટે ગણેશજીની પૂજા કરવી.

ધનુ: જોશમાં કે આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવા નહીં નહીતો નુકસાન થઈ શકે છે. જ્યાં સુધી તમારુ મગજ શાંત ના થાય ત્યાં સુધી કોઇ નિર્ણય ન લેવામાં ભલાઈ છે. તમારા પરિવારના કોઈ સભ્ય સાથે બોલાચાલી થઈ શકે છે જેથી તમારા ગુસ્સાને વશમાં રાખવો. તમે નવો વ્યાપાર શરૂ કરશો જેમાં તમને ખૂબ ધનલાભ થશે. તમારા સંતાનો તરફથી ખુશીના સમાચાર સાંભળવા મળશે.

મકર: આ રાશિના જાતકોને મોટો ધનલાભ થવાની સંભાવના છે. તમારી કોઈ અંગત વ્યક્તિ તમને નવો વ્યાપાર શરૂ કરવા માટે માહિતી આપશે જેમાં તમને ખૂબ મોટો ધનલાભ થશે. તમે તમારી પત્ની માટે કોઈ સારી ભેટ ખરીદી શકો છો. તમારા બાળકોની કારકિર્દી બાબતે થોડી ચિંતા થઈ શકે છે. તમારા પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે પરંતુ ગભરાવવાની જરૂર નથી ડૉક્ટરની મદદથી જલ્દીથી સારું થઈ જશે.

કુંભ: તમારા માટે મીશ્રીત સમય ચાલી રહ્યો છે. તમને ધનલાભ તો થશે પણ સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. તમારી બહેનના લગ્નમાં આવતી અડચણ દૂર થશે. તમે માંગલિક પ્રસંગનો ભરપૂર આનંદ માણશો. આ રાશિના નોકરી કરતા જાતકોને પ્રમોશન મળી શકે છે પણ એ માટે તમારે ખૂબ મહેનતથી કાર્ય કરવું પડશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન: આ રાશીના જાતકોને આ અઠવાડિયામાં મોટો ધનલાભ થશે. વ્યાપારમાં થતા નવા જોડાણને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરી વર્ગ માટે સમય ચિંતાજનક છે તમારી કામમાં બેદરગારીને કારણે તમને નોકરીમાંથી કાઢી શકે છે. તમારા ભાઈ સાથે કોઈ વાતને લઈને ઝગડો થશે પરંતુ થોડી ક્ષણમાં વાતનું સમાધાન થતા ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *