Loading...

કોરોના વાઇરસ ના દર્દીએ સુરત માં કર્યું એવુ કે પોલીસ પણ ધંધે લાગી ગઈ……

0
301
Loading...

કોરોના વાઇરસ ના દર્દીએ સુરત માં કર્યું એવુ કે પોલીસ પણ ધંધે લાગી ગઈ……

ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસનો સંદિગ્ધ કેસ નોંધાયો છે. ગુજરાતના સુરતમાં પણ એક દર્દીને અલગ રાખવામાં આવ્યો હતો. તેનો મેડિકલ ટેસ્ટ થઈ રહ્યો હતો. પણ 4 ફેબ્રુઆરીએ તે અચાનક ભાગી ગયો. સુરતના આ દર્દીની ઉંમર 41 વર્ષની છે અને તે વરાછા વિસ્તારનો રહેવાસી છે. 19 જાન્યુઆરીના રોજ તે ચીનથી પરત ફર્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ શરદી, ઉધરસ અને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. એ પછી તેને આઈસોલેટેડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તક મળતા જ તે ભાગી છૂટ્યો હતો. હાલ સુરતની બે પોલીસો તેને શોધી રહી છે.

19 જાન્યુઆરીએ ચીનથી પરત આવ્યો હતો
ચીનમાં દેખા દેનાર કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. અને મોટા ભાગના દેશનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ભારતમાં પણ જીવલેણ કોરોના વાઇરસને ગંભીરતા લેવામાં આવ્યો છે. અને તાજેતરમાં ચીનથી પરત આવનાર તમામ ભારતીયોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેવા લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જે વરાછાના જે યુવાનમાં કોરોના વાઇરસના લક્ષણો પૈકીમાં લાંબા સમયથી સતત ખાંસી આવતી હતી. તેને તાવ નહી હોવાનું સુત્રો જણાવ્યુ હતુ. તે યુવાન ગત તા. ૧૯ જાન્યુઆરીના રોજ ચીનથી પરત આવ્યો હતો. જેથી આરોગ્ય તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઇ દોડતું થયું છે.

કોરોના વાઇરસના લક્ષણો
તાવ સાથે શરદીં, ખાસી, ન્યુમોનીયા, હાંફ ચઢવો, છાતીમાં દુઃખાવો થવો, કોઇને ઝાડા થઇ શકે છે. આ કોરોના વાયરલના લક્ષણો છે. મહત્વની વાત એ છે આ લક્ષણ ધરાવતી વ્યક્તિ ચીનમાં જ્યાં વાયરસ ફેલાયેલો છે ત્યાં ગયો હોવાની અથવા તે વાયરલમાં સપડાયેલા કોઇ દર્દીના સંપર્કમાં આવ્યો હોવાની હિસ્ટ્રી ધરાવતો હોવો જોઇએ. શંકાસ્પદ દર્દી કેટલા દિવસ પહેલા ચીન ગયો હતો ? તેને કયા પ્રકારની તકલીફ હતી ? સુરતમાં આવ્યા પછી તેની તકલીફમા વધારો કે ઘટાડો થયો છે કે નહી ? તે બધુ પણ ધ્યાને લેવું પડે. ત્યારબાદ તેને કોરોના વાયરલનો ચેપ લાગ્યો છે કે નહી તે નક્કી કરી શકાય એમ સિનિયર ડોકટરે જણાવ્યું હતું.

સિવિલ તંત્રએ દર્દીને શોધવા પોલીસની મદદ માંગી
ચીનથી આવ્યા બાદ સુરતના વરાછાના યુવાનને કોરોના વાઇરસના જેવા ચિન્હ દેખાયા હતા. જેથી આજે નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડ ડોકટરની રાજા લીધા વિના ભાગી ગયો હતો. તેથી આરોગ્ય તંત્રએ ખટોદરો પોલીસ અને વરાછા પોલીસની મદદ માંગી હોવાનું સુત્રો કહ્યુ હતું.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here