Loading...

ગાયબ હાર્દિક પટેલ ને લઈને રેશમાં પટેલ ના સરકાર પર પ્રહાર,કહ્યું કે….હેરાન કરવાનું……

0
300
Loading...

ગાયબ હાર્દિક પટેલ ને લઈને રેશમાં પટેલ ના સરકાર પર પ્રહાર,કહ્યું કે….હેરાન કરવાનું……

NCP નેતા રેશ્મા પટેલે એક વિડીયો દ્રારા જણાવ્યું છે કે, હાર્દિક પટેલ સહિતના આંદોલનકેરીઓ સામે સરકાર દ્રારા જે કિન્નાખોરી ભર્યું વર્તન કરવામાં આવી રહ્યુ છે,એ યોગ્ય નથી. સરકારે આવનાર સમયમાં એના માઠા પરિણામો ભોગવવા પડશે.રેશ્મા પટેલે વીડિયોમાં જણાવ્યું છે કે,
” સરકારને હું ખુબજ સભાનતા અને ઉગ્રતાથી કહેવા માંગુ છું કે 2015 માં કરવામાં આવેલ પાટીદાર અનામત આંદોલનનાં કેસમાં આંદોલનકારીઓ ઉપર કાનૂની દાવપેચ કરી જે રાજકીય ષડયંત્રો આદર્યા છે એ બંધ કરો.હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગુમ છે અને કોઇને પણ કશુંજ ખબર નથી કે ક્યા છે ?

તેમજ અનેક આંદોલનકારીઓ ને કોર્ટની તારીખો ભરવી પડે છે, આ બધું બીજેપી સરકાર દ્વારા આદરેલ રાજકીય કાવાદાવા છે.સરકારને એમ હોય કે અમારી એકતા તોડવામાં સફળ થયા અને હવે તમે આંદોલનકારીઓ ને હેરાન કરશો અને અમે ચુપ બેસીશું એમ ? તો કાન ખોલીને સાંભળી લો તમારા આવા તાયફાઓ અને રાજકીય ષડયંત્રો સામે ગુજરાતના દરેક આંદોલનકારી લડવા સક્ષમ છે અને સમાજ, રાષ્ટ્ર ના પક્ષમાં એક થઈ સરકારને પડકાર ફેંકી ધ્રુજાવતા આજ પણ આવડે છે. એટલે હાર્દિક પટેલ અને બીજા આંદોલનકારીઓ ને હેરાન કરવાનું બંધ કરો બાકી માઠા પરીણામ ભોગવવા પડશે.”

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here