Loading...

કુદરતનો ચમત્કાર:ગુજરાતમાં આ જગ્યાએ નર બકરાને આંચળ નીકળી આવ્યા,રોજ આપે છે આટલું દૂધ….

0
183
Loading...

ગુજરાતમાં આ જગ્યાએ નર બકરને આંચળ નીકળી આવ્યા,રોજ આપે છે આટલું દૂધ….

બનાસકાંઠાના અમીરગઢમા કુદરતનો ચમત્કાર કહી શકાય તેવી ઘટના સામે આવી છે. અહીંયા એક બકરો દૂધ આપી રહ્યો છે. તેવી સત્ય ઘટના સામે આવી છે. અમીરગઢના બાલુન્દ્ર ગામમાં રહેતા માનભાઈ રબારીનો બકરો રોજનું ચાર લીટર દૂધ આપે છે. ચાર વર્ષ અગાઉ આ બકરાનો જન્મ થયો હતો. અને બકરાને બકરીની જેમ સ્તન નીકળી આવ્યા. જેથી તેના માલિક સહિત ગામના લોકો પણ અચરજ પામી ગયા હતા. પરંતુ વધુ અચરજ ત્યારે થયું જ્યારે આ બકરાને દોહતા તેણે દૂધ આપ્યું હતું. અને તેનું દૂધ પીવા માટે ઉપયોગમાં પણ લેવાઈ રહ્યું છે.

બનાસકાંઠાના ખેતીપ્રધાન અમીરગઢ તાલુકામાં એક અજાયબી પામનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નર બકરો આપી રહ્યો છે. દૂધ અમીરગઢના બાલુન્દ્ર ગામમાં રહેતા માનભાઈ રબારીનો બકરો બંને સમય માં કુલ ચાર લીટર દૂધ આપે છે. માનભાઈ રબારી ની બકરી પણ ચાર વર્ષ અગાઉ ચાર બકરાને જન્મ આપ્યો હતો. જેમાં એક નર બકરો હતો.

આ બકરો બે વર્ષનો થયો ત્યારે તેને માદા બકરીની જેમ સ્તન નીકળી આવ્યા હતા. જેથી તેના મલિક સહિત ગામ લોકોને પણ અચરજ થયું હતું, પરંતુ વધારે અચરજ ત્યારે થયું જ્યારે આ નર બકારને દોહતા તે દૂધ આપી રહ્યો હતો. હાલમાં સવાર અને સાંજ એમ બે સમયમાં કુલ ચાર લીટર નર બકરો આપી રહ્યો છે. જે દૂધ પીવા માટે ઉપયોગમાં લેવાય રહ્યું છે. વધારે પડતું દૂધ ડેરીમાં પણ ભરવામાં આવે છે. કુદરતનો આ કરિશ્મા વિજ્ઞાનિકોને પણ અચરજ પમાડે તેવો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here