Loading...

ટ્રમ્પની ગુજરાત મુલાકાત થી ગુજરાતના આવા ખેડૂતો ને લીલાલેર,વેલેન્ટાઈન થી પણ મોટો મોકો

0
148
Loading...

ટ્રમ્પની ગુજરાત મુલાકાત થી ગુજરાતના આવા ખેડૂતો ને લીલાલેર,વેલેન્ટાઈન થી પણ મોટો મોકો

અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald trump) અમદાવાદ (Ahmedabad) આવી રહ્યાં છે ત્યારે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાનાં રસ્તાની કાયાપલટ થઇ રહી છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદ શહેરને 3.7 કરોડ રૂપિયાનાં ફૂલોથી સજાવાશે. આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફર્સ્ટ લેડી મૅલેનિયા ટ્રમ્પ સાથે નવી દિલ્હી સહિત અમદાવાદની મુલાકાત લેવાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરને સુંદર બનાવવા માટે ફૂલો પાછળ 3.7 કરોડ રૂપિયા વાપરવાનો નિર્ણય લીધો છે. અહેવાલ પ્રમાણે અમદાવાદના ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ અને મોટેરા સુધી રસ્તા પર ફૂલોથી શણગાર કરવામાં આવશે. જેની પાછળ 3.7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ફૂલોની ખરીદી થતાં ખેડૂતો માટે સારા દિવસો આવશે. 3.7 કરોડના ખર્ચે આ દિવસે શહેરને શણગારવા ફૂલોના ઉપયોગથી ખેડૂતો માટે વેલેન્ટાઈથી પણ મોટો મોકો આવ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીએ રસ્તાઓના શણગાર માટે બે પ્રસ્તાવ પાસ કર્યા છે. ચિમનભાઈ પટેલ બ્રિજથી મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તાને સજાવવા માટે 1.73 કરોડ રૂપિયાનાં ફૂલ વપરાશે જ્યારે ચિમનભાઈ પટેલ બ્રિજથી ઝુંડાલ સર્કલ સુધીના રસ્તાના સુશોભન માટે 1.97 કરોડ રૂપિયાનાં ફૂલનો વપરાશ થશે. AMCએ આ મુલાકાત માટે રંગીન ફુવારા મૂકવાની પણ પરવાનગી આપી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here