Loading...

ટ્રમ્પ આ બાઇક ના કારણે છે ભારત થી નારાજ,ટ્રમ્પ ને મનાવવા મોદી સરકાર કરશે આવું…

0
300
Loading...

ટ્રમ્પ આ બાઇક ના કારણે છે ભારત થી નારાજ,ટ્રમ્પ ને મનાવવા મોદી સરકાર કરશે આવું…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા અમેરિકન બાઈક હાર્લી ડેવિડસન પર આયાત ડ્યુટી ઘટાડવાની તૈયારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 1,600 સીસીથી વધુની બાઈકો માટે નવી ડ્યુટી કેટેગરીની દરખાસ્ત કરી છે. દરખાસ્ત હેઠળ આવી બાઈકો પર 10 ટકાથી ઓછી આયાત ડ્યૂટી લેવાશે. અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર વાટાઘાટોના ભાગરૂપે સરકાર આવી બાઈકો પરની આયાત ડ્યુટી ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે.

ભારત-અમેરિકા વચ્ચેનો મુખ્ય મુદ્દો બાઈક પરની આયાત ડ્યુટી
અગાઉ તમામ એન્જિન ક્ષમતાના બાઈકોની કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ્સ (CBU) આયાત પરની ડ્યુટી 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવી છે. જોકે ટ્રમ્પે 800 સીસીથી વધુની એન્જીન ક્ષમતા ધરાવતા બાઈક પર લગાવવામાં આવેલી આયાત ડ્યુટીનો પણ અસ્વિકાર કર્યો છે. અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર અંગેની વાટાઘાટોમાં મોટરસાઈકલ મુખ્ય મુદ્દો છે. ટ્રમ્પે ઘણીવાર હાર્લી ડેવિડસન પરની ડ્યુટી અંગે નારાજગી દર્શાવી છે. ટ્રમ્પ આ મહિનાની 24 અને 25 તારીખે ભારતની મુલાકાતે આવશે.

હાલ 800ccથી ઉપરની તમામ બાઈકો આયાત ડ્યુટીની એક જ શ્રેણીમાં

એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાર્લી ડેવિડસનનો મુખ્ય મુદ્દે ઉકેલાઈ ગયો છે. અમે 1,600ccથી વધુની બાઈકો પરની આયાત ડ્યુટીને ઘટાડીને એકલ અંકમાં લાવીશું. આવી બાઈકો માટે ભારત એક નવો HS કોડ બનાવશે. હાલ બીજા દેશોમાંથી ભારતમાં આયાત થતી બાઈકોને એન્જીન ક્ષમતાના આધારે જુદી જુદી શ્રેણીમાં રાખવામાં આવે છે, જેમાં 75 સીસી, 250 સીસી, 500 સીસી અને 800 સીસી અથવા તેનાથી વધુનો સમાવેશ થાય છે.

વેપાર થતી દરેક વસ્તુને HSL કોડ (હાર્મોનાઈઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર) હેઠળ જુદી-જુદી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ભારતે 800 સીસીથી વધુ સિલિન્ડર ક્ષમતાવાળા મોટરસાયકલોની શ્રેણીમાં 2.063 કરોડ ડોલરની આયાત કરી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here