Loading...

જાણો આ દેશોમાં છે કોરોના વાઇરસ ની નો એન્ટ્રી,વૈજ્ઞાનિકો ખુદ છે આશ્રય માં…

0
96
Loading...

જાણો આ દેશોમાં છે કોરોના વાઇરસ ની નો એન્ટ્રી,વૈજ્ઞાનિકો ખુદ છે આશ્રય માં…

આખી દુનિયામાં કોરોના વાયરસથી હાહાકાર મચેલો છે. રોજનાં સેંકડો લોકો આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. હજારથી વધુ લોકોનાં મોત થયા છે. અને આ મહામારીની તાકાતને જોતા ખુદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આખી દુનિયામાં સ્વાસ્થ્ય આપાતકાલ જાહેર કરી દીધુ છે. પરંતુ દુનિયાનાં અમુક હિસ્સા પણ છે જ્યાં આ વાયરસની ‘No Entry’ છે. લગભગ દોઢ મહિનો વીત્યો હોવા છતાં આ દેશોમાં એક પણ કોરોના વાયરસનો મામલો સામે આવ્યો નથી. ખુદ વૈજ્ઞાનિક અને ડોક્ટર પણ વાયરસની આ નો-એન્ટ્રીથી ચોંકી ગયા છે.

આખું આફ્રિકા અને સાઉથ અમેરિકા છે કોરોના વાયરસથી મુક્ત
આંતરરાષ્ટ્રીય સંસ્થા જૉન હૉપ્કિન્સની સાઈટ મુજબ, કોરોના વાયરસનો કહેર ચીનથી બહાર આખી દુનિયામાં ફેલાયેલો છે. ભારત સહિત ચીનનાં દરેક પાડોશી દેશો સિવાય અમેરિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને રશિયામાં સંક્રમણના મામલા સામે આવ્યા છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છેકે, આખું આફ્રિકા અને બ્રાઝિલ સહિત પુરા દક્ષિણ અમેરિકાના દેશોમાં એક પણ કોરોના વાયરસનાં મામલા સામે આવ્યા નથી.

મીડિયા રિપોર્ટસ મુજબ, વૈજ્ઞાનિકો કોરોના વાયરસ આફ્રીકા અને દક્ષિણ અમેરિકામાં ન ફેલાવવાને આશ્ચર્યમાં જોઈ રહ્યા છે. એવું નથી કે અહીં રહેતાં લોકોમાંથી કોઈ ચીન નથી ગયુ,પરંતુ આ દેશમાં રહેતાં લોકોમાં સંક્રમણ ઘુસી શક્યુ નથી. ઘણા વૈજ્ઞાનિકોનો તર્ક છેકે, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ઘણા ગરમ દેશ છે. તેનું સરેરાશ તાપમાન એશિયાની સરખામણીએ 15-20 ડિગ્રી વધારે રહે છે. એવામાં વાયરસનું આ દેશોમાં આવવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છેકે, સોમવાર સવાર સુધીમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 1170 લોકોના જીવ ગયા છે. જ્યારે લગભગ 70,548 લોકો સંક્રમિત છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here