Loading...

આ યુવક ની ઝડપી રફતાર જોઈને તમે ચોકી જશો,આ રેકોર્ડ તોડનાર થી પણ છે ઝડપી…

0
87
Loading...

આ યુવક ની ઝડપી રફતાર જોઈને તમે ચોકી જશો,આ રેકોર્ડ તોડનાર થી પણ છે ઝડપી…

ભેંસોની પરંપરાગત દોડ (કમ્બાલા)માં રેકોર્ડ પ્રદર્શન કરનારા ઉસૈન બોલ્ટની ઝડપને પણ પાછળ રાખી દેનારા શ્રીનિવાસ ગૌડાનો રેકોર્ટ તૂટી ગયો છે. શ્રીનિવાસ ગૌડાએ 13.62 સેકંડમાં 142.5 મીટરનું અંતર પુરૂ કર્યું હતું. આ જ રમતમાં હવે નિશાંત શેટ્ટીના નામના યુવકે 13.68 સેકંડમાં 143 મીટરનું અંતર પુરૂ કરી તેના રેકોર્ડને તોડી નાખ્યો છે.

કર્ણાટકના ગૌડાએ પાણી ભરેલા ખેતરોમાં ઉઘાડા પગે થતી આ હરિફાઈમાં 13.62 સેકંડમાં 145 મીટરની દોડ લગાવી હતી, ત્યાર બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો, તેણે 9.55 સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપ્યું હતું.

તો બીજી બાજૂ નિશાંત શેટ્ટીએ 13.68 સેકન્ડમાં 143 મીટરનું અંતર કાપી 100 મીટરનું અંતર ફક્ત 9.51 સેકન્ડમાં જ પુરી કરી છે. જણાવી દઈએ કે, વિશ્વ પ્રસિદ્ધ એથલિટ ઉસૈન બોલ્ટે માત્ર 9.58 સેકન્ડમાં 100 મીટરની દોડ પુરી કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો. ત્યારે હવે નિશાંતે ગૌડા અને બોલ્ટનો રેકોર્ડ તોડ્યો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here