Loading...

કોરોના વાઇરસ: ગુજરાતમાં કોરોના ના કારણે અમદાવાદ માં 31 માર્ચ સુધી પાન-પાર્લર બંધ,જાણો બીજું શું રહેશે બંધ

0
109
Loading...

કોરોના વાઇરસ: ગુજરાતમાં કોરોના ના લધે અમદાવાદ માં 31 માર્ચ સુધી પાન-પાર્લર બંધ,જાણો બીજું શું રહેશે બંધ

રાજ્યમાં કોરોના વાયરસના ત્રણ નવા કેસ નોંધાયા છે. ગઈકાલે સુરત-રાજકોટમાં એક એક કેસ નોંધાયા બાદ હવે અમદાવાદ અને વડોદરામાં ત્રણ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં બે કેસ અને વડોદરામાં એક કેસ મળી અને 3 નવા કેસ નોંધાયા છે. આમ કોરોના વાયરસે રાજ્યના તમામ શહેરોમાં પગપેસારો કર્યો છે અને રાજ્યમાં પોઝીટીવ કેસની સંખ્યા 5 થઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ મોટી જાહેરાત કરી છે કે અમદાવાદ શહેરમાં31મી માર્ચ સુધી તમામ પાનના ગલ્લા-દુકાન બંધ રહેશે.

મ્યુનિસિપલ કમિશનર નહેરાની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો

જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિસિપલ કોર્પોશેન. મફતમાં ઘરે પહોંચાડશે.

અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ

મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય

31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે.

રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે.

રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે.

રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here