Loading...

આ જગ્યાએ લોકડાઉન છતાં પણ છેલ્લી 24 કલાક માં કોરોના ના 5000 કેસ થી સરકાર ત્રસ્ત….

0
23
Loading...

આ જગ્યાએ લોકડાઉન છતાં પણ છેલ્લી 24 કલાક માં કોરોના ના 5000 કેસ થી સરકાર ત્રસ્ત….

સ્પેનમાં કોરોના(Corona) વાઈરસને અટકાવવાના પ્રયાસમાં હજુ સુધી સફળતા મળી નથી. અહીંયા શનિવારે પાંચ હજાર નવા કેસ સામે આવ્યા હતા. અહીંયા કુલ 25,496 લોકો રવિવારે સવાર સુધી સંક્રમિત થયા છે. 1,378 લોકોના મોત પણ થયા છે. સરકારે લોકડાઉ કર્યું છે. પરંતુ શનિવાર અને રવિવારના આંકડા જોવામાં આવે તો સ્પષ્ટ થઈ જાય છે કે લોકડાઉનથી કોઈ ફાયદો થયો નથી. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે હેલ્થ કમિટિની બેઠકમાં વધુ કડક ઉપાયોની જાહેરાત કરી શકાય છે.

ઈટાલીમાં Coronaથી 793ના મોત

ઈટાલીમાં શનિવારનાં રોજ coronavirusથી 793 લોકોનાં મોત નિપજ્યાં છે. જે એક દિવસમાં સૌથી સર્વાધિક મોત છે. ત્યારે આ દેશમાં સૌથી ઘાતક વિષાણુંથી મૃતકોની કુલ સંખ્યા 4825 પર પહોંચી છે. જે સમગ્ર દુનિયામાં coronavirusથી થી થયેલા મોતનો 38.3 ટકા છે. કોવિડ-19થી સંક્રમણથી સંખ્યા 53,578 પર પહોંચી છે. મિલાનની પાસે ઉત્તર લોમબાર્ડીમાં મૃતકોની સંખ્યા ત્રણ હજારથી વધુ પહોંચી છે. ત્યારે આ ઈટાલીમાં મરનારની કુલ સંખ્યાનો આંકડો 3 હજારથી વધુ પહોંચી છે. જ્યારે ઈટાલીમાં મરનારની સંખ્યા અંદાજીત બે તૃત્યાંશ છે. ઈટાલીમાં શુક્રવારે 1420 લોકોનાં મોત નિપજ્યાં છે. અને coronavirusને રોકવા માટે તમામ પ્રકારનાં સરકારી ઉપાયો વચ્ચે સંક્રમણનો ખતરો વધી રહ્યો છે.

ઈટાલીમાં Coronaથી મૃતકોની કુલ સંખ્યા 4825 પર પહોંચી

જ્યારે ફ્રાન્સમાં છેલ્લા 24 ક્લાકમાં coronavirusથી 112 વધુ લોકોની મોત થઈ છે. જ્યારે આ દેશમાં મૃતકોની સંખ્યા 562 પર પહોંચી છે. અને 6172 લોકો coronavirusનાં કારણે હોસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયને શનિવારે આ જાણકારી આપી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ 1525 લોકોની હાલત અત્યંત ગંભીર છે. તેમણે જણાવ્યું કે તમામ ક્ષેત્રોમાં મહામારી ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઈટલીમાં Coronaના કારણે લોકડાઉન કરવા માટે સેનાને ઉતારી

યુરોપીય દેશ ઈટલીની હાલત અતિ ખરાબ થઈ રહી છે. મોતના કેસ ચીન કરતા વધતા જાય તેવી પરિસ્થિતી ઉભી થઈ છે. વિતેલા 24 કલાકમાં 627 લોકોના મોત થયા છે. જ્યાં ઈટલીને લોકડાઉન કરવા માટે સેનાને બોલાવી પડી છે. ઈટલીના લોમબાર્ડી વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે, જ્યાં સેનાને પણ ઉતારવવામાં આવી છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 4000થી પણ વધારે લોકોના મોત થયા છે.

ગુજરાતમાં પણ Coronaના પોઝિટીવ કેસમાં વધારો

કોરોના (Corona) વાયરસના સંક્રમણના કારણે ગુજરાતમાં પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આજે નવા 5 કેસનો ઉમેરો થતા ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 18ને આંબી ગઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્રારા મીડિયાના માધ્યમથી આ વાત મુકવામાં આવી હતી. જેમાં તેમણે વધુ પાંચ કેસ સામે આવ્યા હોવાની પુષ્ટિ કરી હતી. સાથે જ તેમણે રાત્રે પણ લોકો ભેગા ન થાય એ વાત કહી હતી. ગુજરાતમાં કોરોના સંક્રમિતોના આંકડા પર જિલ્લા મુજબ નજર કરવામાં આવે તો, અમદાવાદમાં 7, વડોદરા 3, સુરત 3, ગાંધીનગર 3, કચ્છ અને રાજકોટમાં એક એક એમ કુલ 18 કેસો નોંધાયા છે

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here