Loading...

આ કોરોનાની દર્દીએ શેર કર્યો વીડિયો,મહિલાની વાતો સાંભળીને આંખો થઈ જશે ભીની…

0
132
Loading...

આ કોરોનાની દર્દીએ શેર કર્યો વીડિયો,મહિલાની વાતો સાંભળીને આંખો થઈ જશે ભીની…

કોરોના(Corona) વાયરસે આખા વિશ્વમાં મહામારીનું રૂપ લઈ લીધુ છે. જ્યારે તે કોઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તો તે COVID-19 નામથી એક બીમારી પેદા કરે છે. તેના મુખ્ય લક્ષણ ખાસી-શરદી જેવા જ હોય છે જેના કારણે લોકોને કોરોના વાયરસ અને સામાન્ય શરદી-ખાસીમાં ફરક કરવામાં મુશ્કેલી થઈ રહી છે. આ જ બીમારીનો શિકાર થઈ ચુકેલી એક પીડિતાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે તડપી તડપીને પોતાનુ દુખ વ્યક્ત કરી રહી છે.

અહીં લંડનમાં રહેનાર 39 વર્ષિય તારા જેન આ બીમારીથી પીડાય છે. તેણે આઈસીયુમાંથી એક વીડિયો બનાવીને લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. તારાએ જણાવ્યું કે તેના શરીરમાં કેથેટર લગાવવામાં આવી છે. જેનાથી તે શ્વાસ લઈ શકે. તેણે તડપતા જણાવ્યું કે મારા માટે એ કહેવું મુશ્કેલ છે કે હું કઈ રીતે શ્વાસ લઈ રહી છું. આ બધુ ખૂબ જ ડરાવી રહ્યું છે.

તારાએ જણાવ્યા અનુસાર લગભગ એક અઠવાડિયા પહેલા તેને કોરોનાથી સંક્રમિત થઈ હતી. તેણે એન્ટીબાયોટિક્સ આઈબુપ્રોફેન અને પેરાસિટામોલ લેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે આઈબ્રુપ્રોફેનને કોરોના વાયરસને વધુ ઘાતક બનાવવાનું કામ કર્યુ. આ વીડિયોમાં તારાએ વીડિયોમાં કહ્યું છે કે જે લોકો સિગરેટ પીવે છે તેમણે હાલ જ તેને છોડી દેવી જોઈએ. તેમણે કહ્યું કે મારી અપીલ છે કે તમે લોકો આવી સ્થિતિ ન આવવા દો. મારુ શરીર હાલ આ સમસ્યાથી લડી રહ્યું છે તમે લોકો પણ સાવધાન રહો.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here