કોરોના થી ગુજરાત માં પહેલું મોત,આ શહેર માં થયું મોત….

કોરોના થી ગુજરાત માં પહેલું મોત,આ શહેર માં થયું મોત….

કોરોના ના છેલ્લા ચાર દિવસમાં ગુજરાત માં ૧૮ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 7, ગાંધીનગર-3, કચ્છ-1, વડોદરા- 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે. ત્યારે મહત્વના અહેવાલ આવી રહ્યા છે કે સુરતના અઠવાલાઈન્સના ૬૭ વર્ષીય કોરોના પીડિત વૃદ્ધ નું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના પોઝીટીવ આવતા છેલ્લા ૪ દિવસથી હોસ્પીટલમાં દાખલ હતા. તેમનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો. કોરોના પહેલાં પણ કિડની ફેઇલ થઇ હતી. સાથે સાથે અસ્થમાની બિમારીથી પણ પીડાતા હતા. કોરોના વાયરસ ને લઈને મૃત્યુ નોધાતા તંત્ર દોડધામમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદ સહિત દેશભરમાં કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યુ રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારથી શહેરના તમામ વિસ્તારો તેમજ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. બીજીતરફ કોરોના વાઈરસ વધારે ન ફેલાય અને કર્ફ્યુના કારણે લોકો ઘરે છે ત્યારે ફાયર સ્ટેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *