Loading...

તો શું રૂપિયાની લેવડદેવડ કરવાથી ઘરે આવશે કોરોના વાઇરસ? ,RBI એ નાગરિકોને આપી આ સલાહ

0
68
Loading...

તો શું રૂપિયાની લેવડદેવડ કરવાથી ઘરે આવશે કોરોના વાઇરસ? ,RBI એ નાગરિકોને આપી આ સલાહ

ચીનમાંથી શરુ થયેલા કોરોના વાયરસ (Corona virus) ની ઝપટમાં લગભગ વિશ્વભરના દેશો આવી ગયા છે. ભારત સહિત દુનિયાના ઘણા દેશએ કોરોના વાયરસ (Corona virus) ને મહામારી જાહેર કરી દીધી છે. WHO એ પણ કોરોના વાયરસ (Corona virus) થી બચવા માટે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જોકે, ઘણા દેશોએ પોતાના નાગરિકો માટે અલગથી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઈન્સમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યુ છે કે, સામાન્ય લોકો પીડિતોથી દૂર રહે અને કોઈપણ વસ્તુના ટચ ન કરો જેનાથી કોરોના વાયરસ (Corona virus) અથવા અન્ય પ્રકારના વાયરસ ફેલાવવાની સંભાવના હોય છે. આ વચ્ચે ફાયનાન્શિયલ એક્સપર્ટે પણ કહ્યુ છે કે, કોરોના વાયરસથી બચવા માટે કેશમાં લેણ-દેણ કરવાની સંભવ હોય ત્યાં સુધી બચવુ જોઈએ.

WHO અને RBI એ આપી કોન્ટેક્ટલેસ લેણદેણની સલાહ

WHO એ પોતાની ગાઈડલાઈનમાં કોરોના વાયરસના ફેલાવના રિસ્કથી બચવા માટે કોન્ટેક્ટલેસ ચૂકવણીની સલાહ આપી છે. જોકે, WHO એ આ વાતની સ્પષ્ટ રીતે પુષ્ટી કરી નથી કે, કેશ લેણદેણથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. સોમવારે યોજવામાં આવેસી એક પ્રેસ કોન્ફરેન્સમાં RBI ના ગર્વનર શક્તિકાંત દાસે પણ લોકોને કોન્ટેક્ટલેસ રીતે ચૂકવણી કરવાની સલાહ આપી છે.

UPI, RTGC, મોબાઈલ વોલેટ અને નેટ બેન્કિંગથી કરો ચૂકવણી
સરવત્રા ટેકનોલોજીના એમડી અને સંસ્થાપક મંદાર અગાસનું કહેવુ છે કે, આ સત્ય છે કે, કોઈપણ વાયરસ કોઈપણ એક્ટિવ સરફેસ પર ઘણા દિવસ સુધી જીવતો રહી શકે છે. કેશ લેણ-દેણાં નોટ એક જ દિવસમાં ઘણા લોકોના હાથોમાંથી થઈને પસાર થાય છે. એવામાં નોટના વપરાશથી વાયરસના ફેલાવવાની સંભાવનાઓ ખૂબ જ ઓછી રહે છે. અગાસેનુ કહેવુ છે કે, કોરોના અથવા કોઈપણ અન્ય પ્રકારના વાયરસના સંક્રમણથી બચવા માટે UPI, IMPS, RTCG, મોબાઈલ વોલેટ્સ અને નેટ બેન્કિંગ થકી કોન્ટેક્ટલેસ ચૂકવણી કરી શકો છો.

ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપો

મંદાર અગાસે કહ્યુ છે કે, કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી આ પરિસ્થિતીમાં ડિજિટલ ચૂકવણી માટે વિકાસની અસીમ સંભાવનાઓ રહેલી છે. આ સમયે સરારે ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવુ જોઈએ. ડિજિટલ ચૂકવણી પર ઈન્સેટિવ્સ આપવા જોઈએ. કોન્ટેક્ટલેસ ચૂકવણીને વધારવા માટે જાગરુકતા કાર્યક્રમ પણ ચલાવવા જોઈએ. જેથી લોકોમાં ચૂકવણીની એક નવી આદત ઊભી થઈ શકે અને વાયરસથી બચવામાં પણ મદદ મળી શકે.

આજથી અમેરિકામાં શરૂ થશે Coronaની રસીનું પરીક્ષણ

વિશ્વભરમાં જીવલેણ coronavirusનો સામનો કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દુનિયા coronavirus સામે લડવા ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસીકેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here