Loading...

6 મહિના સુધી બેન્ક હપ્તા ટાળે અને વ્યાજ ના લે તેવું બેન્ક ને મોદી સરકાર કહે,સોનિયા ગાંધીનો પત્ર….

0
1067
Loading...

6 મહિના સુધી બેન્ક હપ્તા ટાળે અને વ્યાજ ના લે તેવું બેન્ક ને મોદી સરકાર કહે,સોનિયા ગાંધીનો પત્ર….

કોરોના વાયરસની સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ જ્યાં દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે, ત્યાં હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારના રોજ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. લોકાડાઉનની આ સ્થિતીમાં સોનિયા ગાંધીએ આપેલી ભલામણને તુરંત લાગૂ કરવા સૂચન કર્યું છે.

સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર

આ પત્રમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને જણાવ્યું છે કે, 21 દિવસના લોકડાઉનનું સમર્થન કરીએ છીએ. સોનિયા ગાંધીએ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ, ઈમરજન્સી સેવાઓને સુગમ બનાવવા માટે પગલા ભરવાની માગ કરી છે. તેમણે સૂચન કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર 6 મહિના માટે તમામ લોનના હપ્તાને ટાળવા પર વિચાર કરે. આ સમયે બેંકો દ્વારા લેવામાં આવતા વ્યાજ પણ માફ કરવામાં આવે.

કોંગ્રેસની ન્યાય લાગૂ ગરીબ અને મજૂરો માટે લાગૂ કરો

સાથે જ સોનિયા ગાંધીએ એમ પણ જણાવ્યું હતું કે, મજૂરો અને ગરીબોને રાહત આપવા માટે ન્યાય યોજના લાગૂ કરો. જેના કારણે આ લોકોને સીધા તેમના બેંક ખાતામાં જ આર્થિક સહાય મળે. આ સંકટની ઘડીમાં જે લોકોને કોરોનાની આ મહામારીના કારણે માર ઝેલવાના છે, તેમને આ યોજનાથી લાભ મળશે.

દેવા, હપ્તા અને વ્યાજ માફ કરો, ખાસ પેકેજ જાહેર કરો

સાથે જ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પાસે એવી પણ માગ કરી છે કે, દેશ માથે આવી પડેલી આ વિપતની ઘડીમાં ખેડૂતોના બાકી દેવા અને વસૂલીને છ મહિના સુધી ટાળી દેવામાં આવે. તેમની પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલી કરવામાં આવે નહીં. સાથે જ તેમણે દરેક સેક્ટર માટે ખાસ પ્રકારના પેકેજની જાહેરાત માટે પણ જણાવ્યું છે. જેમાં તેમને જરૂરી ટેક્સ છૂટ, વ્યાજ માફી અને દેવાદારીમાંથી છૂટ આપવાની સંબંધિત વાતો જણાવી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here