Loading...

તો શું કોરોના નો ચેપ હવે ગુજરાત કોંગ્રેસને પણ લાગ્યો? આ કોંગ્રેસી ધારાસભ્યને કરાયા હોમ ક્વોરોન્ટાઇન..?

0
49
Loading...

તો શું કોરોના નો ચેપ હવે ગુજરાત કોંગ્રેસને પણ લાગ્યો? આ કોંગ્રેસી ધારાસભ્યને કરાયા હોમ ક્વોરોન્ટાઇન..?

રાજ્યમાં વકરેલી કોરોના વાયરસના કહેર ન લઈને ભારતીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો હવે પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા છે.

ત્યારે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને કોરોના વાયરસ સંક્ર્મના લક્ષણો જનતા તેમને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યરાજ્યસભાની ચૂંટણી ને લઈને ગુજરાત કોંગ્રેસ તરફથી પાંચ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસ દ્વારા બાકીના ધારાસભ્યોને વધુ હોર્સ ટ્રેડીંગ ને રોકવા માટે બાકીના ધારાસભ્યોને જયપુર શિવ પેલેસ રિસોર્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ના ૬૭ ધારાસભ્યો જયપુર શિફ્ટ થયા હતા.

હવે પ્રશ્ન એ છે કે જો કાંતિ ખરાડીની સાથે અન્ય ૬૬ કોંગી ધરાસ્ભો પણ હતા… જો કાંતિ ખરાડી નો રીપોર્ટ પોઝિટીવ આવશે તો..? તેમની સાથે રહેલા અન્ય ૬૬ ધારાસભ્યોનું શું થશે…?

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વને પોતાના કહેરથી હચમચાવી દેનાર કોરોના વાયરસે હવે ભારતમાં પણ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધુ છે. દેશમાં જ્યા કોરોના વાયરસનાં 649 કેસ નોંધાયા છે તો વળી રાજ્યમાં આ વાયરસનાં કારણે આંકડો 43 પર પહોંચી ગયો છે. ૩ વ્યક્તિના મોત સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્તનો આંકડો 43 પર પહોંચી ગયો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here