Loading...

ગુજરાતની ખરાબ સ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ જવાબદાર,કોંગ્રેસ રૂપાણી સરકારને કોર્ટમાં ખેંચી જશે

0
123
Loading...

ગુજરાતની ખરાબ સ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ જવાબદાર,કોંગ્રેસ રૂપાણી સરકારને કોર્ટમાં ખેંચી જશે

અમદાવાદમાં કોરોનાના વકરતી સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને કોર્ટમાં જવાની તૈયારી દાખવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત અને અમદાવાદમાં કોરોનાની કપરી સ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણાવ્યો છે. કહ્યુ કે, વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યુ ન હતું. તે માટે નમસ્તે ટ્રમ્પ કમિટી, ગુજરાત ક્રિકેટ એસોસિએસન અને ગુજરાત સરકાર જવાબદાર છે. ગુનાહિત નિષ્કાળજી બદલ કોર્ટમાં કોંગ્રેસ પિટિશન દાખલ કરશે.

અમદાવાદમાં કોરોનાના વકરતી સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર સામે રોષ ઠાલવ્યો

અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ બાદ અમદાવાદ મનપાની મહત્વની બેઠક મળી છે. આ બેઠકમાં મનપાના નવા ઈન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર હાજર રહ્યા છે. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર, હેલ્થ અધિકારી તેમજ રાજીવ ગુપ્તા હાજર રહ્યા.. બેઠકમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને અટકાવવા માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મનપા કમિશનર વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટીન થયા બાદ તેમના સ્થાને મુકેશ કુમારને મનપા કમિશનરનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો દર રાજ્યના અન્ય શહેરો કરતાં તો ઉંચો

અમદાવાદમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો દર રાજ્યના અન્ય શહેરો કરતાં તો ઉંચો છે જ, દેશભરના સરેરાશ મૃત્યુદર કરતાં 2.51 ટકા ઉંચો છે. ગુજરાતના અન્ય શહેરો કે જ્યાં આરોગ્યની સુવિધાઓ અમદાવાદ કરતાં ઘણી ઓછી છે ત્યાં મૃત્યુદર 4.97 ટકા છે, જ્યારે અમદાવાદનો મૃત્યુદર 5.74 ટકા છે. ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા ગણાય છે. જ્યારે ચીનનો મૃત્યુદર 5.5 ટકા અને અમેરિકાનો 5.9 ટકા રહ્યો છે. અમદાવાદ તેનાથી પણ આગળ નિકળી ગયું છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here