Loading...

અમદાવાદ હવે આટલા દિવસ સજ્જડ બંધ,આ બે કામ સિવાય નીકળ્યા તો ખેર નથી

0
208
Loading...

અમદાવાદ હવે આટલા દિવસ સજ્જડ બંધ,આ બે કામ સિવાય નીકળ્યા તો ખેર નથી

દેશમાં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ગુજરાત સમગ્ર ભારતમાં કોરોના ના કેસો માં બીજા સ્થાને છે. ગુજરાતમાં પણ અમદાવાદમાં ખૂબ જ કેસો વધી રહ્યા છે.સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે કોઈની પાસે જવાબ નથી. પણ, હવે આ આંકડાને અંકુશમાં મૂકવા માટે હવે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે મળેલી ઉચ્ચ સ્તરિયમિટીગમાં લેવાયેલા નિર્ણય મુજબ અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી સિવાય કોઈ ઉપાય ન રહેતાં ગંભીર અને કઠણ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણપણે બંધ જોવા મળશે.

અમદાવાદમાં કોરોના કાબૂ બહાર નીકળી ગયો છે. તેથી હવે સંપૂર્ણ લોકડાઉન, આરોગ્યની ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. તેમજ પેરામિલીટરી ફોર્સ પણ વધારી દેવાઈ છે. ગઈકાલ રાતથી સિનીયર આઈએએસ ઓફિસર કે. કૈલાસનાથન દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી હતી, તેનુ પરિણામ એ આવ્યુ છે કે અમદાવાદમાં સાત દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. આ લોકડાઉનનુ સંપૂર્ણ રીતે પાલન થશે તો જ આ ચિંતાજનક સ્થિતિમાંથી ઉભરી શકાય તેમ છે. આ ઉપરાંત મીટિંગમાં નિર્ણય લેવાયો છે કે, રેડ ઝોનમાં આવતી તમામ બેંકો બંધ રહેશે. જો કે બેંકોના એટીએમ ચાલુ રહેશે. અને આગામી નોટિસ સુધી તમામ બેંકો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આજ રાતથી 15 મે સુધી ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ બંધ રખાશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપ્યો છે.આ આદેશનો ભંગ કરનારને કલમ 188 અને 270 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તમામ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો ટેસ્ટ કરવામાં આવશે. જ્યારેસ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમીઓપેથીક દવાઓ NGOની મદદથી વહેંચાશે.

અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોવાળા સુપરસ્પ્રેડર બની ગયા હતા. જેથી સંપૂર્ણ લોકાડાઉનમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર જરૂરિયાતની વસ્તુઓ દૂધ, દવાની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશો કરાયા છે. દૂધ અને દવા સિવાય અમદાવાદમાં સાત દિવસ કંઈ જ નહિ મળે. અમદાવાદનો ચાર્જ લેનારા મુકેશ કુમારે એન્ટ્રી કરતા જ સપાટો બોલાવ્યો છે. આમ, અમદાવાદમાં સાત દિવસ અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા રહેશે.

કોરોનાની અમદાવાદમાં બેકાબુ પરિસ્થિતિને કાબુમાં લેવા સરકારે ડો. રાજીવ ગુપ્તાને જવાબદારી સોંપી છે અને મ્યુનિસિપલ વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટાઈન થતાં મુકેશકુમારને ચાર્જ સોપાયો છે. આજે ડો. રાજીવ ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અઘ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી અને કોરોનાને કાબૂમાં લેવા રણનીતી નક્કી કરી હતી.આ ઉપરાંત શહેરમાં નવી કોવિડ હોસ્પિટલો પણ જાહેર કરવામાં આી છે. જેમાં શ્યામલ ચાર રસ્તાની પારેખ હોસ્પિટલ, રખિયાલની નારાયણી હોસ્પિટલ, વાસણાની જીવરાજ મહેતા હોસ્પિટલ, નરોડાની GCS હોસ્પિટલ, નિકોલની કોઠિયા, નવરંગપુરાની શુશ્રૂષા અને પાલડીની બોડીલાઈન હોસ્પિટલને ડેજિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here