Loading...

જાણો કેમ હાર્દિક પટેલે કહ્યું કે: તો આનંદીબહેન ને CM નહિ પણ PM બનાવી દેવા જોઈએ

0
193
Loading...

જાણો કેમ હાર્દિક પટેલે કહ્યું કે: તો આનંદીબહેન ને CM નહિ પણ PM બનાવી દેવા જોઈએ

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે કોરોનાના વધતા કેસને લઇ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઊંઘ હરામ થઇ ગઈ છે. કોરોનાને કઈ રીતે કાબુમાં લેવો અને સંક્ર્મણ કઈ રીતે અટકાવવું તેના પર સવાલો છે. આ તમામની વચ્ચે રાજકીય ઘમાસાણ પણ ચાલી રહ્યું છે.

રાજ્યમાં વધતા કોરોનાના કહેર સાથે રાજનીતિ પણ યથાવત છે. સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ હાર્દિક પટેલે જવાબ આપતા કહ્યું કે, આનંદી બહેનના આવવાથી કોરોના કંટ્રોલમાં આવતો હોય તો આનંદી બહેનને પ્રધાનમંત્રી બનાવી દેવા જોઈએ.

ગુજરાતમાં સત્તા પરિવર્તનના એંધાણ વચ્ચે ભાજપના નેતાએ આનંદી બહેન પટેલ ફરી રાજ્યના CM બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, જો આનંદીબેન પટેલ ફરી ગુજરાતના મુખ્યમંત્રી બને, તો કોરોનાને રોકી શકાશે.

આ પહેલા મનસુખ માંડવીયા રાજ્યના CM બનશે તેવી અફવાઓ ફેલાઈ હતી અને મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી સ્પષ્ટતા કરી હતી કે હું CM નથી બનવાનો અને CM રૂપાણી સારી કામગીરી કરી રહ્યા છે પરંતુ હક્કીત શું છે તે ભગવાન જાણે પણ હાલ ગુજરાતમાં વિજયભાઈની ખુરશી પર રોજ નવું રાજકારણ રમાઈ રહ્યું છે. જો કે સમગ્ર ઘટનામાં આજે હાર્દિકે જવાબ આપી વિવાદનો મધપૂડો છેડી દીધો છે.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here