Loading...

ગુજરાત ભાજપને મળ્યો મોટો ઝટકો,ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુડાસમાની વિરુદ્ધ ચુકાદો…

0
107
Loading...

ગુજરાત ભાજપને મળ્યો મોટો ઝટકો,ગુજરાત હાઈકોર્ટે આપ્યો ચુડાસમાની વિરુદ્ધ ચુકાદો…

ગુજરાતમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. ત્યારે આજે ગુજરાત હાઈ કોર્ટમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં જીતને પડકારતી અરજી મામલે ચુકાદો આવી ચુક્યો છે. ગુજરાત હાઈકોર્ટ વતી રાજ્યના શિક્ષણ મંત્રીને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે મંત્રીજીની વિરુધ્દ્ધમાં ચુકાદો આપ્યો છે. કોંગી ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે આજે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂદાકો આપ્યો હતો. ચુકાદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિરૂધ્ધમાં અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરવામાં આવી છે.

નોધનીય છે કે, 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારને નજીવા મતોથી હરાવ્યા હતા. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here