યુપીના મંદિર પરિસરમાં બની અજીબ ઘટના..મંદિર ના પંડિત એ મંદિર માં જ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા…

યુપીના મંદિર પરિસરમાં બની અજીબ ઘટના..મંદિર ના પંડિત એ મંદિર માં જ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા…

બરેલીના બારાદરી વિસ્તારમાં આવેલા એક મંદિર સંકુલમાં લગભગ ત્રીસ વર્ષ ના પૂજારી નો દેહ લટકતો મળી આવ્યો છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારે લાશ મળી હતી. પૂજારી રામ દિક્ષિત ઉર્ફે મનીષ દીક્ષિતે આત્મહત્યા કરી છે, પરંતુ મંદિરમાં કોઈ સુસાઇડ નોટ મળી નથી. તે લગભગ એક દાયકાથી મંદિર પરિસરમાં રહેતો હતો.

તેના માતા-પિતા થોડા દિવસો પહેલા હરદોઈ તેમના ગામ ગયા હતા.બારાદરી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએસઓ) હિતાનશુ શર્માએ જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસ બતાવે છે કે તેણે આત્મહત્યા કરી છે. તે અંતર્મુખ પ્રકૃતિનો હતો અને તેની લાગણી કોઈની સાથે શેર કરતો ન હતો.”

પોલીસે કહ્યું કે, “અમે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે અને તેઓએ આ પગલું કેમ ભર્યું તે શોધવા અમારી તપાસ ચાલુ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *