ચાઇનીઝ Tiktok તો ગયું પણ હવે Instragram લાવી શકે છે ટિકટોક જેવું ફિચર્ડ…??
Instagram એપ્લિકેશન ના યુઝર પણ ભારત માં ખુબજ છે.અને હંમેશા થી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન યુઝર ને નવું નવું અપડેટ આપી ને પોતાની તરફ આકર્ષી રાખવા માં સફળ રહ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પણ સોશિયલ મીડિયા નું હેવી પ્લેટફોર્મ છે.ત્યારે હાલ ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્લિકેશન પર ભારત માં પ્રતિબંધ લાગ્યો છે ત્યારે આ બધી એપ્લિકેશન ની હરીફ માં આવતી એપ્લિકેશન નો ઉપયોગ વધશે એ સ્વાભાવિક છે.
ત્યારે સવાલ ઉભો થાય કે હંમેશા નવું નવું લાવતું ઇન્સ્ટાગ્રામ અને લોકો ને આકર્ષિત રાખતું ઇન્સ્ટાગ્રામ શુ ટિકટોક જેવું ફિચર્ડ લાવી શકે છે? હવે એ તો સમય સાથે ખબર પડશે કે ઇન્સ્ટાગ્રામ આ બાબતે રસ દાખવે છે કે નહીં જો રસ દાખવે તો કદાચ ટિકટોક ની કમી પુરી કરવામાં ઇન્સ્ટાગ્રામ સક્ષમ પ્લેટફોર્મ છે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ ભારતે મોટો નિર્ણય લીધો છે અને ટિકટોક,હેલો સહિત 59 એપ્લિકેશન ને ભારત માં પ્રતિબંધ કરી દીધી છે.