એપ્સ પર પ્રતિબંધ થી બોખલાયું ચીન,આંતરરાષ્ટ્રીય કાનૂન નો……..

એપ્સ પર પ્રતિબંધ થી બોખલાયું ચીન,આંતરરાષ્ટ્રીય કાનૂન નો……..

દેશમાં ટિક ટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ ચીન તરફથી આકરા પ્રત્યાઘાત પડ્યા છે. પ્રતિબંધથી દબાયેલા ચીન હવે આંતરરાષ્ટ્રીય કાયદાઓ ના હવાલા દેવા માંડ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે અમને આ અંગે ચિંતા છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

પ્રવક્તાએ કહ્યું કે અમે ભાર મૂકવા માંગીએ છીએ કે ચીની સરકાર હંમેશાં ચીની ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદા અને નિયમનોનું પાલન કરવાનું કહે છે. તેમણે કહ્યું કે ભારત સરકારની જવાબદારી છે કે ચીની રોકાણકારો સહિત આંતરરાષ્ટ્રીય રોકાણકારોના કાયદાકીય અધિકાર જાળવવાની.

ઉલ્લેખનીય છે કે સોમવારે ભારત સરકારે ચીનને મોટો ઝટકો આપતા ટિક-ટોક સહિતની 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટિકટોક,હેલો,શેરચેટ,યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સની સૂચિ તૈયાર કરી ને તેમના પર પ્રતિબંધ લગાવી દીધો છે.આ અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપ્સની સૂચિ તૈયાર કરી હતી અને કેન્દ્ર સરકારને તેમને રોકવા અપીલ કરી હતી. દલીલ કરવામાં આવી હતી કે ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે.સરકારે જારી કરેલા હુકમ મુજબ સરકારે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર જનતા માટે જોખમી છે.

માહિતી ટેકનોલોજી મંત્રાલયને વિવિધ એપ્લિકેશન્સ વિશે આ એપ્લિકેશનો વિશે અનેક ફરિયાદો મળી છે, જેમાં મોબાઇલ એપ્લિકેશનોના દુરૂપયોગ વિશે ઘણી વાતો કરવામાં આવી છે. આ એપ્લિકેશન્સ આઇફોન અને એન્ડ્રોઇડ બંને વપરાશકર્તાઓનો ડેટા ચોરી રહી છે. આ તમામ એપ્લિકેશનો માટેનો સર્વર ભારતની બહારનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *