અમદાવાદ: શ્રેય હોસ્પિટલના સંચાલકો ને બચાવવા રીતસરના પ્રયાસો,મોતનું કારણ મરણ નોંધણી મા આગ ની જગ્યાએ …..

અમદાવાદ: શ્રેય હોસ્પિટલના સંચાલકો ને બચાવવા રીતસરના પ્રયાસો,મોતનું કારણ મરણ નોંધણી મા આગ ની જગ્યાએ …..

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં હવે હોસ્પિટલના સંચાલકોને બચાવવા માટે રીતસર ધમપછાડા શરૂ થયા છે. અગ્નિકાંડમાં 8 લોકો મોતને ભેટ્યા છે. પરંતુ તમામના મરણ નોંધમાં મોતનું કારણ આગ નહીં પરંતુ કોરોના દર્શાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે હતભાગીઓ મોતને ભેટ્યા છે તેઓ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હતા તે વાત તો સાચી છે. પરંતુ તમામના મોત આગને કારણે નહીં પરંતુ કોરોનાને કારણે થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે અગ્નીકાંડ સર્જાયો.તેમા મહિલા પીએસઆઈ કે એમ પરમારે તેમની આપવીતી જણાવી. જેમા તેમણે કહ્યું કે જ્યારે તેમણે લોકોની ચીસાચીસ સાંભળી ત્યારે તેઓ પીપીઈ કીટ વગર જીવના જોખમે લોકોને બચાવા ગયા હતા.અને તેમણે કોન્સ્ટેબલ ભરતભાઈ સાથે મળીને 41 જેટલા દર્દીઓને જીવના જોખમે આગની લપેટમાં આવતા બચાવ્યા હતા. મહત્વનું છે કે મહિલા પીએસઆઈની કામગીરીની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ વખાણી છે.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ બાદ મનપાએ 62 કોવિડ હોસ્પિટલમાં સેફ્ટી મુદ્દે તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો છે. તપાસ દરમ્યાન 62 પૈકી 6 હોસ્પિટલમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે. સ્ટેશન ફાયર ઓફિસર દ્વારા રિપોર્ટ તૈયાર કરી તેને ચીફ ફાયર ઓફિસરને મોકલવામાં આવ્યા છે. જે 6 હોસ્પિટલ પાસે એનએસી નથી તેમના દ્વારા અરજી કરાયા બાદ બે દિવસમાં ફાયર વિભાગ ચકાસણી કરી એનઓસી આપશે.6 પૈકી 1 હોસ્પિટલે પોતાનું એનઓસી રિન્યુ માટે કરેલી અરજી પેન્ડિંગ હોવાથી તેને પણ એનઓસી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ પણ હજારો એવી હોસ્પિટલ છે. જે ફાયર એનઓસી વગર ધમધમી રહી છે. જેમા આનંદનગરમાં આવેલી તપન હોસ્પિટલ પણ એનઓસી વગર ચાલી રહી છે. ત્યારે અહીયા કોઈ પણ આગનો બનાવ બનશે તો જવાબદાર કોણ રહેશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણકે ફાયરના અધિકારીઓતો માત્ર સાધનો ચકાસીને સંતોષ માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *