આ છ વસ્તુઓ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરો,ભગવાન શ્રી કૃષ્ણ થશે અપ્રસન્ન…

આ છ વસ્તુઓ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરો,ભગવાન શ્રી કૃષ્ણ થશે અપ્રસન્ન…

જન્માષ્ટમી, શ્રીકૃષ્ણને સમર્પિત એક બહુ મોટો તહેવાર છે જેને તેના ભક્તો પૂરી શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સાહ સાથે મનાવે છે. કૃષ્ણના જન્મ સાથે જોડાયેલ આ તહેવાર આપણને બતાવે છે કે કઈ રીતે તેમના પિતા વાસુદેવે મુશ્કેલીઓનો સામનો કરીને તેમને સુરક્ષિત નંદબાબાના ઘરે પહોંચાડ્યા હતા. ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રીકૃષ્ણનો જન્મ ધરતીને પાપમાંથી મુક્ત કરીને ધર્મની સ્થાપના કરવા માટે થયો હતો. આ દિવસે જ્યાં લોકો ભગવાનના આશીર્વાદ મેળવવા માટે વ્રત અને પૂજા કરે છે ત્યાં અમુક વાતો એવી પણ છે જેનુ જન્માષ્ટમી પર ખાન ધ્યાન રાખવુ જોઈએ. તો આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓને વર્જિત માનવામાં આવી છે.

તુલસીના પત્તા તોડવા

જન્માષ્ટમી પર ભૂલથી પણ તુલસીના પત્તાઓને ન તોડવા. તુલસીમાં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે માતા તુલસી વિષ્ણુુજી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતી. વિષ્ણુજીને પતિ તરીકે મેળવવા માટે તુલસીજીએ કઠોર તપસ્યા પણ કરી હતી. જો કે તુલસીના પત્તામાં વિષ્ણુજીની પૂજામાં ચઢાવવામાં આવે છે માટે એક દિવસ પહેલા જ તમે તુલસીના પત્તાઓને તોડીને રાખી શકો છો.

ગરીબોનો અનાદર

ભગવાન શ્રી કૃષ્ણ માટે તેમના બધા ભક્તો સમાન છે. ભલે તે અમીર હોય કે પછી ગરીબ. સુદામા જે તેમના સૌથી પ્રિય દોસ્તોમાંના એક હતા તે ખૂબ જ ગરીબ હતા પરંતુ તેમછતાં તે શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય હતા. માટે કોઈ પણ ગરીબનુ અપમાન કરવુ શ્રીકૃ્ષ્ણને અપ્રસન્ન કરી શકે છે. ગરીબોનુ અપમાન કરવાથી માત્ર શ્રીકૃષ્ણ જ નહિ પંતુ શનિદેવ પણ ક્રોધિત થાય છે. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસે. માટે ભૂલથી પણ કોઈ નિર્ધનનુ દિલ ન દૂભાવશો. બની શકે તો જન્માષ્ટમી પર ગરીબોને પોતાની શક્તિ મુજબ દાન કરો.

વૃક્ષો કાપવા

જન્માષ્ટમી પર વૃક્ષો કાપવા અશુભ માનવામાં આવ્યુ છે. આ દિવસે આપણે એટલા વૃક્ષો લગાવવા જોઈએ જેટલા આપણા પરિવારના સભ્યો હોય. આનાથી ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ આવે છે. સાથે જ ઢગલો ખુશીઓ પણ આવે છે. મહાભારતના આઠમાં અધ્યાયમાં શ્રીકૃષ્ણએ સ્વયં કહ્યુ છે કે તે દરેક વસ્તુમાં વાસ કરે છે અને કોઈ વસ્તુને જન્માષ્ટમીના દિવસે નુકશાન પહોંચાડવા વિશે આપણે વિચારવુ ન જોઈએ.

માંસાહારી ભોજન ખાવુ

હિંદુ ધર્મમાં કોઈ પણ વ્રત અને પૂજાના દિવસે માંસાહારી ભોજન ખાવુ વર્જિત માનવામાં આવે છે. આખા ચાતુર્માસ દરમિયાન માંસ માછલીનુ સેવન ન કરવુ જોઈએ. ચાતુર્માસ આખા ચાર મહિનાનો હોય છે. આ સમયે ભગવાન વિષ્ણુની નિદ્રાનો સમય હોય છે અને તેમની અનુપસ્થિતિમાં ભગવાન શિવ તેમની બધી જવાબદારીઓ સંભાળે છે. જન્માષ્ટમી પર દારૂનુ સેવન પણ ન કરવુ જોઈએ.

શારીરિક સંબંધ

જન્માષ્ટમી પર બ્રહ્મચર્યનુ પાલન કરવુ અનિવાર્ય હોય છે. આ દિવસે ભગવાનની પૂજા પવિત્ર મન અને તનથી કરવી જોઈએ. જો તમે બ્રહ્મચર્યનુ પાલન નહિ કરો તો તમારી પૂજા નિષ્ફળ જશે.

ગાયોનુ અપમાન

ભગવાન વિષ્ણુને ગાયોથી ખૂબ પ્રેમ છે. તેમના બાળપણના બધા ફોટામાં તમે તેમને ગાયો સાથે રમતા જોશો. જે એ વાતનો પુરાવો છે કે ગાય તેમની ખૂબ નજીક છે. એવી માન્યતા છે કે જે પણ ગાયની પૂજા કરે છે તેને શ્રીકૃષ્ણના આશીર્વાદ મળે છે. વળી, બીજી તરફ ગાયોનુ અપમાન કરનારને કૃષ્ણ ક્યારેય માફ નથી કરતા. જન્માષ્મી પર ગૌશાળામાં દાન કરવુ જોઈએ. આ ઉપરાંત કોઈ પણ ઘાયલ ગાયની સેવા કરીને તેને ભોજન કરાવવાથી શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *