જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ,આજનું રાશિફળ

મેષ (અ, લ, ઈ)|

શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય.

વૃષભ (બ, વ, ઉ)|


શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. અટકેલાં કાર્યો પૂર્ણ થાય. વિદેશથી શુભ સમાચાર મળે.

મિથુન (ક, છ, ઘ) |

શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ. સમય શુભ.

કર્ક (ડ, હ)|

શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્યની સુખાકારી જળવાય.

સિંહ (મ, ટ)|

શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ સ્પર્ધાત્મક બાબતોમાં સફળતા મળી શકે છે. આરોગ્ય સુખમય બની રહે. માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું શક્ય.

કન્યા (પ, ઠ, ણ) |

શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. ધર્મ, અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. ચિંતા દૂર થઈ શકે.

તુલા (ર, ત)|

શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય રહે.

વૃશ્ચિક (ન, ય)|

શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ કાર્યક્ષેત્રે મહત્ત્વનાં નિર્ણય લેવામાં આવી શકે છે. દિવસ આનંદમય બની રહે. ભાગ્યોદયની તક મળે. સમય શુભ.

ધન (ભ, ધ, ફ, ઢ)|

શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ કોર્ટ-કચેરીનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. આરોગ્ય સુખમય રહે.

મકર (ખ, જ)|

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. વાહન ચલાવતાં કાળજી રાખવી. વિદેશથી શુભ સમાચાર મળે.

કુંભ (ગ, સ, શ, ષ)|

શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે.

મીન (દ, ચ, ઝ, થ)|

શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ વાહન-જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની તક મળી શકે છે. વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *