જન્મ દિવસ ઉપર મોદી ના મિત્રો એ ખોલ્યા અમુક બાળપણ ના રાઝ, અને કર્યું વિશ….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે અને દેશ આખો અલગ અલગ રીતે તેમના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. જોકે, ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે કે, નરેન્દ્ર મોદી સુરતનું પ્રખ્યાત ઊંધિયું બનાવી શકે છે. તેમના નાનપણના મિત્ર દશરથ પટેલે વાતચીતમાં નાનપણમાં તેમની સાથે માણેલી મસ્તીની પળો વર્ણવી છે.

મહેસાણા જિલ્લાનું વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું  માદરે વતન છે. જ્યાં તેઓનું બાળપણ વીત્યું છે. તેમના નાનપણના મિત્ર દશરથ પટેલ કે જેઓ ડીએલ પટેલના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ  પાઠવી છે. દશરથભાઈ પટેલ નરેન્દ્ર મોદીની સાથે વડનગરની બી.એન. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ વિસનગરની એમ.એન કોલેજમાં પણ સાથે અભ્યાસ કરતા હતા. તેઓ જણાવે છે છે કે,  1964-65 માં વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઇ ત્યારે વડનગરના સોમનાથ મહાદેવના મંદિરમાં શાખા થતી. જ્યાં તેઓ શાખામાં સાથે જતા હતા.

1967-68 માં  કોલેજ કાળ દરમિયાન સંસ્કૃતિક મહોત્સવમાં નરેન્દ્ર મોદી સાથે પગરખાનો પાળિયો નાટક ભજવ્યું હતું. જે દર્શકોને ખૂબ ગમ્યું હતું. એ સમયે મુખ્ય મહેમાન ઈશ્વર પેટલીકર એ નાટક અને અભિનય ના ખૂબ વખાણ કર્યા હતા.

એક વાર મિત્રો સાથે પર્યટનમાં ખેતરમાં ઊંધિયા પાર્ટી રાખી હતી.  સુરતનું પ્રખ્યાત ઊંધિયું બનાવવામાં નરેન્દ્ર માસ્ટર હતા. રેલવે સ્ટેશન પર નરેન્દ્ર મોદીના પિતાને ચા ની કીટલી હતી અને ત્યાં તેઓ સ્ટેશન પર મુસાફરોને ચા પીવડાવતા હતા તે વાતો ને પણ વર્ણવી હતી. આ ઉપરાંત તેઓને જન્મ દિવસની શુભેચ્છા આપતા તેઓ કહે છે કે, ભાજપનું અને ભારતનું શિરમોર નેતૃત્વ કરી દેશ ભરનું ગૌરવ વધાર્યું છે તેમ વિશ્વમાં પણ ભારતનો ડંકો નરેન્દ્ર મોદીએ  વગાડ્યો

આવા જ એક નરેન્દ્ર મોદીના RSSની શાખાના મિત્ર ભીખુભાઇ બારોટ જણાવે છે કે, નરેન્દ્ર મોદીની યાદ શક્તિ ખૂબ જ શાર્પ છે.  વર્ષો બાદ પણ જો તેઓ મળે તો સૌ કોઈને નામથી બોલાવે છે. હું દિલથી તેમને જન્મ દિવસની શુભકામના પાઠવું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *