પોલીસ એ ત્રણ વર્ષ સુધી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ને શા માટે નહીં પકડ્યો??: બચાવ પક્ષ

0
327

પોલીસ એ ત્રણ વર્ષ સુધી પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ને શા માટે નહીં પકડ્યો??: બચાવ પક્ષ

રાજદ્રોહ ના કેશ માં અલ્પેશ કથીરિયા ને ત્રણ વર્ષ સુધી પોલીસ એ શા માટે પકડયો નહોતો તેવી દલીલો અલ્પેશ ના આગોતરા જામીન માં કરવામાં આવી હતી. જેના જવાબ માં સરકારી વકીલ દ્વારા ત્રણ વર્ષ સુધી આરોપી પકડાયો નથી ત્યારે ગુના ની ગંભીરતા ઓછી થતી નથી તેમ જણાવવા માં આવ્યું હતું.બન્ને પક્ષ ની દલીલો બાદ આગામી દિવસોમાં જામીન અરજીનો ચુકાદો જાહેર કરાશે.

આ કેસ ની વિગત મુજબ હાર્દિક પટેલ સહિત વિપુલ દેસાઈ,ચિરાગ દેસાઈ, અને અલ્પેશ કથીરિયા સામે અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહ નો ગુનો નોંધવામાં આવ્યો હતો. રાજદ્રોહ ના કેશ માં એક મહિના પેહલા અમદાવાદ માં હાર્દિક ના ઉપવાસ આંદોલન પેહલા અલ્પેશ ની ધરપકડ થઈ હતી. બીજી તરફ અલ્પેશ ના વકીલ યશવંત સિંહ વાળા દ્વારા રાજદ્રોહ ના કેસ માં અલ્પેશ ની ધરપકડ ના થાય તે માટે આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.

આજ રોજ ચાલેલી જામીન અરજીમાં યશવંત સિંહ વાળા દ્વારા દલીલ કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ ત્રણ વર્ષ સુધી પોલીસ સમક્ષ અને પોલીસ કમિશનર કચેરી માં ફરતો હતો. જાહેર નિવેદનો પણ કરતો હતો,રાજદ્રોહ ના કેસમાં અલ્પેશ ને વોન્ટેડ જાહેર કરનાર પોલીસ એ શા માટે ધરપકડ ના કરી.

જેના જ્વાબ માં મુખ્ય જિલ્લા સરકારી વકીલ દ્વારા દલીલો કરતા જણાવ્યું હતું કે, જ્યારે રાજદ્રોહ નો ગુનો નોંધાયો ત્યારે તપાસ કરનાર પોલીસ અધિકારી અલગ હતાં અને હાલના સમયે પોલીસ અધિકારીઓ બદલાયા છે. આ ઉપરાંત ત્રણ વર્ષ સુધી આરોપી પકડાયો ના હોય તો આરોપી સામેના ગુના ની ગંભીરતા ઓછી થઈ જાય તેવું નથી.

આગોતરા જામીન અરજી ના સમયે ગુનાની ગંભીરતા ધ્યાન માં લેવામાં આવે છે.આરોપી દ્વારા પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો પોલીસ રેકોર્ડ માં ઉલ્લેખ છે અને તેના જ કારણોસર આરોપી ના આગોતરા જામીન અરજી મંજુર કરવી જોઇએ નહી તેવી દલીલો કરાઈ હતી. કોર્ટે બંને પક્ષો ની દલીલ બાદ અલ્પેશ કથીરિયા ના જમીન અરજી નો ચુકાદો મુલતવી રાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here