બિનગુજરાતી મામલે હાર્દિક નું નિવેદન:અલ્પેશ ઠાકોરે જવાબદારી પૂર્વક વર્તવાની જરૂર!!

0
522

બિનગુજરાતી મામલે હાર્દિક નું નિવેદન:અલ્પેશ ઠાકોરે જવાબદારી પૂર્વક વર્તવાની જરૂર!!

સાબરકાંઠા ના હિંમતનગર માં સવા વર્ષ ની બાળકી પર દુષ્કર્મ ની ઘટના બાદ ગુજરાત ભર માં ઠાકોર અને બિનગુજરાતી લોકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બિનગુજરાતી લોકો પર હુમલા ઓ થઈ રહ્યા છે ત્યારે આ મામલે રાજકારણ પણ ગરમાવો લઈ રહ્યું છે.ભાજપ કોંગ્રેસ તેમજ સામાજિક નેતા ઓ આ મામલે નિવેદનો કરું રહ્યા છે.

બિનગુજરાતીઓને ખદેડવાનો મામલે હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોર પર નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશ ઠાકોરે જવાબદાર તરીકે વર્તવાની જરૂર છે. અલ્પેશે પરિસ્થિતિને સમજવાની જરૂર છે. બિનગુજરાતને કારણે 40 ટકા ઉદ્યોગોને અસર થશે. બિનગુજરાતી લોકોની સલામતીની જવાબદારી સરકારની છે. ઠાકોર સેનામાં આંતરિક મતભેદ મુદ્દે પણ હાર્દિકે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ઠાકોર સેના અને અલ્પેશ વચ્ચે મતભેદ હોઇ શકે છે.

મહત્વનું છે કે, બિનગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચારને લઈને હાર્દિક પટેલે રાજકીય પક્ષો પર પ્રહાર કર્યા હતા. સાથે જ પોલીસ પ્રસાશનની ઢીલી ઢપ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

બળાત્કાર ના ગુનેગાર ને ફાસી ની સજા આપી: હાર્દિક પટેલ

હાર્દિક પટેલે કહ્યું હતું કે, બિન ગુજરાતી ગુજરાત માટે કેટલું મહત્વ ધરાવે છે. તે હાલ ઠપ થઈ ગયેલી ફેક્ટરી પરથી અંદાજ લગાવી શકાય છે. બાળકી પર બળાત્કારની ઘટના ખુબ શર્મનાક છે. તેના આરોપીને ફાંસીની સજા પણ થવી જોઈએ. પરંતુ એક પાપીની સજા અનેક નિર્દોષ લોકોને ન આપવી જોઈએ. રાજ્યમાં જે સ્થિતિ પેદા થઈ છે. તે માત્રને માત્ર રાજકીયરૂપ આપવા માટે છે. પરંતુ આ પ્રકારના મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ.

ભાજપ કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરેઃ હાર્દિક

ગુજરાતની તમામ ફેક્ટરીઓમાં યુપી-બિહારના લોકો કામ કરે છે. આજે ગુજરાતની મોટા ભાગની ફેક્ટરીઓ બંધ થઇ છે. ફેક્ટરીઓ બંધ થતાં ઉત્તર-ભારતીય મહત્વ સમજાય છે. 14 માસની બાળકી સાથે દુષ્કર્મ જઘન્ય અપરાધ છે. અપરાધીને ફાંસીની સજા થવી જોઈએ. અપરાધીને કોઈ જાતી કે વર્ગ સાથે ન જોડી શકાય. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની એક્તાને તોડાવાનું કામ થઈ રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here