બિહારી ને મનસેના ના કાર્યકરો એ ફટકાર્યો કહ્યું કે ગુજરાત જેવી હાલત કરીશું!!

0
248

બિહારી ને મનસેના ના કાર્યકરો એ ફટકાર્યો કહ્યું કે ગુજરાત જેવી હાલત કરીશું!!

ગુજરાત માં હિંમતનગર માં એક પરપ્રાતિય દ્વારા સવા વર્ષ ની બાળકી પર દુષ્કર્મ ની ઘટના બાદ માં પરપ્રાતિયો પર હુમલા ના બનાવ બની રહ્યા છે. અને ગુજરાત માં રાજકારણ ગરમાયુ છે ભાજપ કોંગ્રેસ આમને સામને આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર માં પણ ગુજરાત ના પડઘા પડ્યા છે.

ગુજરાતના પડઘા મહારાષ્ટ્રમાં પણ પડી રહ્યા છે. મુંબઈ ની નજીક ઠાણે વિસ્તારમાં બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર 53 વર્ષના એક બિહારી વ્યક્તિને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાની સામે ફટકાર્યો હતો.

મનસેના ઠાણે જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યુ હતુ કે બાળકી સાથે કરેલી હરકતનો વીડિયો વાયરલ થયા બાદ અમે આ વ્યક્તિને પકડ્યો હતો.

અવિનાશ જાધવે કહ્યુ હતુ કે જો યુપી બિહારના લોકોએ આ પ્રકારની હરકતો બંધ નહી કરી તો મનસે પોતાની સ્ટાઈલમાં જવાબ આપશે અને જે હાલત ગુજરાતમાં યુપીના લોકોની થઈ છે તેવી જ હાલત મહારાષ્ટ્રમાં કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here