રાહુલ ગાંધી એ કોનો હાથ પકડ્યો એ જાણી ને તસ્વીર ફેરવનારા ઓની બોલતી બંધ થઈ જશે!

0
628

રાહુલ ગાંધી એ કોનો હાથ પકડ્યો એ જાણી ને તસ્વીર ફેરવનારા ઓની બોલતી બંધ થઈ જશે!

તાજેતર માં જ રાહુલ ગાંધી નો એક ફોટો મહિલા નો હાથ પકડ્યો છે એવો વાયરલ કરી ને ટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ટ્રોલરો શુ દેખાડવા માગે છે તે તમે ફોટો જોઈને સમજી જ શકો છો પણ શું આ ટ્રોલ થયેલ ફોટો વિશે તમે જાણો છો?? એ મહિલા કોણ છે અને કેમ રાહુલ ગાંધી એ એમનો હાથ પકડ્યો છે??

રાહુલ ગાંધી ની આ તસવીરમાં રાહુલ સાથે ઉભેલ મહિલા વિશે તમે જાણશો તો બીજી વખત આવી રીતના ટ્રોલ પર લાઈક અથવા શેરનો બટન દબાવશો નહી. બન્યું એવું હતું કે, મુરૈનામાં 6 તારીખે થયેલ જનઆંદોલન ની રેલીમાં એકતા પરિષદના લોકો પણ પહોંચ્યા હતા અને તેમને મંચ પર આવવાનું પણ આમંત્રણ આપવામા આવ્યું હતું. રાહુલ જ્યાંથી બોલ્યા ત્યાં પણ એકતા પરિષદનું બેનર લાગેલું છે. એકતા પરિષદ આદિવાસીઓ માટે કામ કરતું સંગઠન છે. એક લાંબા સમયથી આ સંગઠન આદિવાસીઓની માંગોને જનઆંદોલન દ્વારા ઉઠાવતું આવ્યું છે, ખાસ કરીને જમીનના સુધારના મુદ્દાઓ પર એટલે કે, જમીન વગરના આદિવાસીઓને જીવન ગુજરાન માટે ખેતી લાયક જમીનના ટૂકડા આપવા. સરકાર આવી જમીન પોતાના પાસેથી આપે છે અથવા એવા લોકો પાસેથી લઈને આપે છે જેમની પાસે ઘણી વધારે જમીન છે. આદિવાસીઓની બાબતમાં જમીન આપવી ઘણી અઘરુ કામ છે કેમ કે, તેઓ જંગલની આસપાસ રહે છે અને જંગલની જમીનને લઈને કાયદો ખુબ જ કડક હોય છે.

એકતા પરિષદે આદિવાસીઓ સાથે જોડાયેલ માંગોને લઈને 2012માં ગ્વાલિયરથી દિલ્હી સુધી જનસત્યાગ્રહ યાત્રા નિકાળી હતી. હજારો આદિવાસીઓ 2 ઓક્ટોબરે ગ્વાલિયરથી નિકળીને 27 દિવસ પગયાત્રા કરીને દિલ્હી પહોંચ્યા. યૂપીએ સરકારે ચાર માંગો માની લીધી. બાકીની માંગો માટે પરિષદે સતત યાત્રાઓ કરી છે. એકતા પરિષદની યાત્રાઓ તે બાબતે એકદમ અનોખી છે કે, તેમના સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ હોવા છતાં ક્યારેય પણ હિંસા અથવા તોડ-ફોડની ઘટનાઓ થઈ નથી.

રાહુલની સાઈડમાં ઉભેલ જેઓ સાડી માથે વ્યવસ્થિત કરી રહ્યાં છે તેમની અને રાહુલની તસવીર વાયરલ કરવામા આવી રહી છે
ઓક્ટોબર 2018માં પણ આદિવાસીઓની યાત્રા ગ્વાલિયરથી નિકળી હતી. મોદી સરકાર તરફથી ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આદિવાસીઓને આશ્વાસન અપાવ્યું અને રાહુલ ગાંધીને વચન આપ્યું કે, તેઓ જન સત્યાગ્રહની બધી જ 10 માંગોને સત્તામાં આવ્યા બાદ માની લેશે. તો 6 તારીખની રાત્રે એટલે કે રાહુલી સભાવાળી રાત સત્યાગ્રહ યાત્રા સ્થગિત કરી દેવામા આવી હતી.

રેલી દરમિયાન એકતા પરિષદના બે કાર્યકર્તાઓને રાહુલ ગાંધી એ મંચ પર આમંત્રણ આપ્યું હતું. તેમના ચહેરા તમે તે તસવીરમાં જોઈ શકશો જેમાં રાહુલ અને બીજા કોંગ્રેસના નેતા ગંગા સદભાવના યાત્રાનું પોસ્ટર લઈને ઉભા છે. જેમાં જમણી તરફ ઉભેલી કાર્યકર્તાની સાડી પર ધ્યાન આપશો. સાડીની તેવી જ પેટર્ન તમને રાહુલનું હાથ પકડનાર તસવીરમાં ઉભેલી મહિલાની પણ છે.

રાહુલની વાયરલ થઈ રહેલી તસવીર ત્યારે ક્લિક કરવામા આવી હતી જ્યારે કાર્યક્રમના અંતમાં બધા લોકો એકબીજાનો હાથ પકડીને ફોટો પડાવવાના હતો. તેથી રાહુલે મહિલા કાર્યકર્તાનો હાથ પકડ્યો હતો. આ બંને મહિલાઓનું નામ સગોબાઈ અને શ્રદ્ધા છે. બંને એકતા પરિષદમાં આદિવાસી મહિલાઓ માટે કામ કરે છે.

સ્ટોરીના અંતે તેટલું જ કહીશું કે, સોશિયલ મીડિયા પર આવતી દરેક વસ્તુઓ સાચી હોતી નથી. હાલમાં ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, બધી પાર્ટી ઓના આઈટી સેલ 100 ટકા સક્રિય છે તેવામાં આપણે આપણી જાતને સંભાળવી પડશે અને સત્યને ઓળખવાની કોશિષ કરવી પડશે, નહી તો રાજકારણીઓ તમારો પણ તેમના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ કરી નાંખશે.
સુપ્રીમ કોર્ટ મહિલાઓને સબરીમાલા મંદિરમાં જવાની પરવાનગી આપી શકે છે પરંતુ તમારા મગજમાં ઈજ્જત અપાવી શકતી નથી. તે તમારે જ આપવી પડશે. જ્યાર સુધી તમે મહિલાઓને ઈજ્જત નહી આપો ત્યાર સુધી ખરાબ કોમેન્ટ કરતાં રહેશો, ક્યારેક રાહુલ ગાંધી વિશે તો ક્યારેક નરેન્દ્ર મોદી વિશે. જેમાં ઈજ્જતની હરાજી થઈ જશે કોઈ મહિલાની…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here