ગુજરાત ની શાખ બચાવવા ઉત્તર ભારત ના લોકો ની વ્હારે આવ્યો હાર્દિક!

0
964

ગુજરાત ની શાખ બચાવવા ઉત્તર ભારત ના લોકો ની વ્હારે આવ્યો હાર્દિક!

હિંમતનગર માં સવા વર્ષ ની માશૂમ બાળકી પર દુષ્કર્મ ની ઘટના બાદ આરોપી ને સજા માટે લોકો મેદાને આવ્યા હતાં. પણ આ મેદાન અત્યારે રાજકીય અખાડો બની ગયું છે.પર પ્રાતીય લોકો પર ગુજરાત ભર માં હુમલા થઈ રહ્યા છે. પરપ્રાતીય લોકો ગુજરાત છોડી ને પોતાના રાજ્ય તરફ જઈ રહ્યા છે આના કારણે ભાજપ કોંગ્રેસ એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે.

દેશ માં પ્રાંતવાદ જેવી સ્થિતિ નું વર્ણન થઈ રહ્યું છે ત્યારે રાજકીય પક્ષ અને નેતા ઓ એક બીજા પર આક્ષેપ બાજી કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર ને પણ ઘેરાવ માં આવી ગયો છે. બીજા રાજ્યો ના મુખ્યમંત્રી ગુજરાત ના મુખ્યમંત્રી ને ફોન કરી ને લોકો ની સુરક્ષા કરવા માટે માંગ કરી રહ્યા છે.ગાંધી અને સરદાર નું ગુજરાત આજે પોતાની શાખ ખોઇ રહ્યું છે.

ત્યારે પાટીદાર અનામત આંદોલન ના નેતા હાર્દિક પટેલ લોકો ને અપીલ કરી રહ્યા છેકે પર પ્રાતીય લોકો પર હુમલા ઓ ના કરે આનાથી રાજ્ય ના ઉદ્યોગો ખોરવાઈ જશે.

હાર્દિક એ ટ્વીટ કરી છે કે, ગુજરાત માં ઉત્તર ભારતીય લોકો પર હુમલા થઈ રહ્યા છે એની હું કડી નિંદા કરું છુ.ગુનેગાર ને કડક સજા થાય એના માટે આખો દેશ પીડિત પરિવાર સાથે ઉભો છે.પણ એક ગુનેગાર ના લીધે અપણે આખા પ્રદેશ ને ખોટો ના કહી શકીએ.આજ ગુજરાત માં 48 ias અને 32 ips ઉત્તરપ્રદેશ અને બિહાર થી છે.અપણે બધા એક છીએ. જય હિન્દ.

હાર્દિક પટેલ એ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

અસામાજિક તત્વો ગુજરાત માં મારા ઉત્તર ભારતીય પરિવારો ને મારપીટ ની ધમકી આપે તો તરત જ અમારા હેલ્પલાઈન નંબર પર ફોન કરો. આ હિન્દુસ્તાન સંવિધાન થી ચાલે છે કોઈ ની મનમાની થી નહિ.મારા દેશ નું સંવિધાન બધા હિન્દુસ્તાની ને કોઈ પણ પ્રદેશ માં રહેવાનો અધિકાર આપે છે.અતિથિ દેવો ભવ:.

વધુ માં હાર્દિક પટેલ એ ટ્વીટ કરી ને જણાવ્યું કે, ગુજરાત માં ભારત ના બીજા રાજ્યો ના કામદારો વિરુદ્ધ નફરત જેવી કોઈ વાત રહી નથી.આ પહેલી વાર આવું થયું છે.ગુજરાત માટે હિન્દી કોઈ બીજા ની ભાશા નથી.અહીં ઘરે ઘરે હિન્દી ન્યૂઝચેનલ જોવાય છે લોકો શોખ થી હિન્દી બોલે છે.ભારત ના બધા પ્રદેશ ના લોકો અમારો પરિવાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here