2019 લોકસભા ચૂંટણી: વારાણસી થી પીએમ મોદી સામે ચૂંટણી લડશે હાર્દિક પટેલ

0
805

2019 લોકસભા ચૂંટણી: વારાણસી થી પીએમ મોદી સામે ચૂંટણી લડશે હાર્દિક પટેલ

દેશ માં આગળ ના વર્ષે જ ચૂંટણી છે. પણ અત્યાર થી જ બધી પાર્ટી રણનીતિ બનાવવા માં લાગી ગઈ છે. સત્તા પક્ષ અને વિપક્ષ એક બીજા ને માત દેવા માટે રણનીતિ બનાવી રહી છે. ત્યારે જાણકારી મળી છે કે પ્રધાનમંત્રી મોદી ને એમનીજ લોકસભા વિસ્તાર માં ટકકર આપવા માટે વિપક્ષ ને એક એવા ચેહરા ની શોધ ચાલુ છે જે વડાપ્રધાન મોદી ને ચુનોતી આપી શકે. જાણકારી પ્રમાણે વિપક્ષ ગુજરાત ના પાટીદાર નેતા હાર્દિક પટેલ ને વારાણસી થી લોકસભા ચૂંટણી લડાવવા માંગે છે.

સૂત્રો પ્રમાણે યુપી માં મહાગઠબંધન ની સંભાવનાઓ ની વચ્ચે બનારસ માં વિપક્ષ એક જ ઉમેદવાર ઉતારવા ની રણનીતિ પર કામ કરી રહ્યા છે. પાછલી વખતે આ સીટ પર મુકાબલા માં અરવિંદ કેજરીવાલ હતા ત્યારે મોદી ને બનારસ માં 56 ટકા વોટ મળ્યા હતા.

કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ની સાંસદ ની સીટ અમેઠી માં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની સક્રિયતા સાંસદ થી ઓછી નથી. 2014 માં નજીકના મુકાબલા હાર્યા બાદ સ્મૃતિ ઈરાની એ અમેઠી ને બીજું ઘર બનાવી લીધું છે.યુપી માં રાજ્યસભા સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી એ રાયબેલી ને પોતાનું મુખ્ય ક્ષેત્ર બનાવી લીધું.

એમજ લખનઉ ના સાંસદ રાજનાથ સિંહ ની રાહ માં 2019 માં વિપક્ષ ની કવાયત મજબૂત રોડે અટકાવવા ની છે.સૂત્રો નું માનો તો જો મહાગઠબંધન થશે તો લખનઉ સીટ પર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબબર પણ દાવેદાર હોઈ શકે છે. 1996 માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની સામે સમાજવાદી પાર્ટી માંથી લડીને રાજ બબબર એ પોતાનો એક રેકોર્ડ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here