ગીરમાં થી સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર ને હાર્દિક એ ગણાવ્યું ભાજપ નું ષડયંત્ર!!

0
345

ગીરમાં થી સિંહોને મધ્યપ્રદેશ સ્થળાંતર ને હાર્દિક એ ગણાવ્યું ભાજપ નું ષડયંત્ર!!

ગુજરાતના ગીરમાં ૩૦ સિંહોના રહસ્યમય મૃત્યુ અંગે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપ સરકાર પર મોટો આરોપ મુક્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું છે ગીરમાં ભાજપના નેતાઓની જમીન હોવાના લીધે સિંહોને ત્યાંથી મધ્ય પ્રદેશ સ્થળાંતર કરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમજ આપણે અમેરિકા જ્યાં સિંહ છે જ નહીં ત્યાંથી સિંહોને બચાવવા માટે રસી લાવવામાં આવી છે. તેમ છતાં તેમના સ્વાસ્થ્યમાં કોઈ ફેર નથી પડી રહ્યો . ત્યારે સરકારની સિંહોને બચાવવાના પ્રયત્નો અંગે પણ શંકા ઉભી થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગીરના જંગલોમાં ૩૦ એશિયાટિક સિંહોના મોત બાદ સફાળી જાગેલી સરકારે સારવાર હેઠળના ૩૩ સિંહોને બચાવવા તજવીજ શરૂ કરી છે. જેમાં સીડીવી અને પ્રોટોજોવા ઇન્ફેકશનના લીધે આ સિંહોના મોત થયા હોવાનું કારણ વનવિભાગ જણાવી રહ્યું છે. આ ઉપરાંત અન્ય સિંહોને આ ઇન્ફેશનથી બચાવવા માટે સોમનાથ જીલ્લાના બે બચાવ કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે.

જેમાં સરસીયા વીરડી રેન્જમાંથી ૩૧ સિહોને લાવવાઅમ આવ્યા છે. જે ઇન્ફેકશનથી પ્રભાવિત દલખાણીયા રેંજ નજીક છે અને વિસાવદર અને ધારી પણ બે સિંહ લાવવામાં આવ્યા છે. આ ૩૩ સિહોને વેક્સીન આપી દેવામાં આવી છે અને તેમના સ્વાસ્થય પર નજર રાખવામાં આવી રહી છે.

સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને ૨૩ સિંહોના મુદ્દે ફટકાર લગાવી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર અને રાજય સરકારને સિંહોના મોત લઈને સવાલ પૂછયા છે. કોર્ટે કહ્યું કે સિંહોનો મોતનો મામલો ખુબ જ ગંભીર મુદ્દો છે. ગુજરાતમાં ગીરના વનમાં ૨૩ સિંહોના મોત બાદ સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે.

કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારને આ અંગે નોટીસ પણ મોકલી છે. સરકારે આ અંગે તેના કારણ જાણીને તેને રોકવાની કોશિષ કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here