પાટીદાર સમાજ ના આ બે ચેહરા ફરી એક સાથે જોવા મળ્યા આ નવરાત્રી મહોત્સવ માં!!

0
412

પાટીદાર સમાજ ના આ બે ચેહરા ફરી એક સાથે જોવા મળ્યા આ નવરાત્રી મહોત્સવ માં!!

પાટીદાર અનામત આંદોલન બાદ દર વર્ષે નવરાત્રી મહોત્સવ માં પાટીદાર દ્વારા અલગ અલગ શહેરો માં પાટીદાર સમાજ ની નવરાત્રી કરવામાં આવે છે.શરૂઆત સુરત શહેર થી કરવામાં આવી હતી સુરત માં પાટીદારો ની નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું અને હાર્દિક ને પણ એક દિવસ બોલાવવા માં આવ્યો હતો. જાણે પાટીદારો હાર્દિક ને પબ્લિક વચ્ચે લાવવા નું નવા નવા કારણો ગોતી લાવતા હોય છે જેથી હાર્દિક અને પાટીદાર સમાજ નું સમન્વય જળવાય રહે.

આ વર્ષે પણ સુરત અમદાવાદ જસદણ મોરબી સહિત અનેક જગ્યા એ પાટીદારો ની નવરાત્રી મહોત્સવ નું આયોજન હાર્દિક ના સુભચિંતકો દ્વારા કરવામાં આવ્યું છે. જ્યાં સમાજ એક થઈને માતાજી ના ગરબા ના તાલે ઝૂમે અને એકતા માં વધારો થાય એ હેતુ થી નવરાત્રી નું આયોજન આયોજકો કરતા હોય છે.

જસદણ ખાતે હાર્દિક પટેલ ફેન્સ કલબ દ્વારા આ વર્ષે નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આજે પેહલા નોરતા એ જ હાર્દિક અને ખોડલધામ ના નરેશ પટેલ દ્વારા અહીં ઓપનિંગ કરવામાં આવ્યું હતું માતાજી ની આરતી બંને દ્વારા ઉતારવા માં આવી હતી. આ નવરાત્રી મહોત્સવ ના નરેશ પટેલ અને હાર્દિક પટેલ બંને જોવા મળ્યા હતા. હાર્દિક અને નરેશ પટેલ ની વધતી નજદીકી સરકાર માટે ચિંતા નું કારણ પણ બની શકે છે.આ મહોત્સવ માં કોંગ્રેસ ના નેતા પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ પણ જોવા મળ્યા.

હાર્દિક ના ઉપવાસ વખતે નરેશ પટેલ ની મુલાકાત બાદ હાર્દિક ને હોસ્પિટલાઇજ કરવામાં આવ્યો હતો અને પારણાં વખતે પણ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજ ની બધી સંસ્થા ના આગેવાનો જોડાયા હતા અને અમે એક છીએ નો મેસેજ સમાજ વચ્ચે નાખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here