ગુજરાતના યુવાનો સાથે અશ્લીલ વાતો કરીને 80 લાખનો ચૂનો લગાડનાર ટોળકી પકડાઈ, ગાઝિયાબાદ પોલીસને મળી મોટી સફળતા

ગુજરાતના યુવક સહિત અનેક લોકોના અશ્લીલ વીડિયો બનાવવાની ધમકી આપીને લાખો રૂપિયા કમાતી ટોળકીનો પર્દાફાશ કરવામાં ગાઝિયાબાદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટોળકીનો પર્દાફાશ કરીને દંપતી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

ગાઝિયાબાદ સિટી એસપી નિપુણ અગ્રવાલે આ ગેંગની ધરપકડનો ખુલાસો કર્યો છે, જેમાં એક કપલ સહિત ત્રણ યુવતીઓ સામેલ હતી. તેણે રાજનગર એક્સટેન્શનની સોસાયટીમાં ભાડેથી ફ્લેટ લીધો હતો.

ગાઝિયાબાદ સિટીના એસપી નિપુલ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી ગેંગના ચાર બેંક ખાતાઓની ઓળખ થઈ ચૂકી છે. આ ચાર બેંક ખાતાઓમાં લગભગ 3.8 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. પોલીસે ગેંગના તમામ ખાતા બ્લોક કરી દીધા છે. ગાઝિયાબાદ પોલીસે એમ પણ કહ્યું કે આ ટોળકી લોકોના અશ્લીલ વીડિયો બનાવીને તેમને બ્લેકમેલ કરતી હતી અને તેમની પાસેથી પૈસા પડાવી રહી હતી. આખી ગેંગ એક કપલ ચલાવતું હતું.

ગાઝિયાબાદ પોલીસના હાથે ઝડપાયેલી આ ગેંગે ગુજરાતના એક યુવક પાસેથી આશરે 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ યુવકે અગાઉ પણ સ્ટ્રીપ ચેટ કરી હતી. આ પછી ગેંગની યુવતીઓ સાથે પર્સનલ નંબર શેર કરવામાં આવ્યો હતો. ગેંગની છોકરીઓએ પહેલા વીડિયો કોલ દ્વારા વાતચીત કરીને

અશ્લીલ વીડિયો બનાવ્યા અને પછી તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષમાં તેની પાસેથી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ પછી પણ તેણે યુવાને હાર ન માની અને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવી લીધા. ગુજરાત પોલીસે આ મામલે કેસ પણ નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *