BIG NEWS / સુરતમાં ‘મિર્ઝાપુર’ જેવી સ્થિતિ! 3 લૂંટારૂઓએ બંદૂકની અણીએ લૂંટી બેંક, જુઓ VIDEO

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે આવેલી બેંકમાં લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. મંગળવારે બપોરે 3 લૂંટારુઓએ 6 બેંક કર્મચારીઓને પિસ્તોલ પોઇન્ટ પર બાનમાં લીધા હતા અને 10.40 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે લૂંટારાઓની શોધખોળ શરૂ કરી છે.

ત્રણેય લૂંટારાઓ એક જ બાઇક પર આવ્યા હતા: બારડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય લૂંટારુઓ એક જ બાઇક પર સવાર થઇ બેંક પહોંચ્યા હતા. બપોરે એક વાગ્યાની આસપાસ, જ્યારે બેંકમાં ગ્રાહકોની સંખ્યા નહિવત હતી, ત્યારે ત્રણેય અંદર પ્રવેશ્યા અને ગોળી મારી દેવાની ધમકી આપી

અને દરેકને કેશ કાઉન્ટર છોડી દેવાનો આદેશ આપ્યો. પૈસા ઉપાડવા માટે મેનેજરને એક કે બે થપ્પડ પણ મારી હતી. આ પછી, લોકરમાં રાખવામાં આવેલી કુલ રોકડ રૂપિયા 10.40 લાખ લૂંટીને ફરાર થઈ ગયા.

ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ સહિત એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બેંકમાં લાગેલા CCTV માં આરોપી સ્પષ્ટ જોઈ શકાય છે. લૂંટારુઓ આવ્યાની 15 મિનિટમાં જ લૂંટારુઓ બાઇક પર ભાગી ગયા હતા.

સિક્યુરિટી ગાર્ડનો અભાવને કારણે લૂંટ બની આસાન? આ સમગ્ર ઘટનામાં બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું સામે આવ્યું છે. સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ATM પર અગાઉ પણ ચોરી થઇ ચુકી છે. આ રીતે જોઇએ તો મોટા ભાગના ATM પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે. બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવી લૂંટ ચલાવી હતી.

15 મિનિટમાં જ બેંક લૂંટી આરોપીઓ ફરાર થઇ હયા હતાં. રૂપિયા 10.40 લાખની લૂંટ ચલાવી ત્રણેય લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતાં. આ સમગ્ર મામલે પોલીસના કાફલાએ વધુ તપાસ હાથ ધરી છે.સિક્યુરિટી ગાર્ડનો અભાવને કારણે લૂંટારુઑ આસાનીથી લૂંટ કરી ફરાર થઈ ગયા તેવી ચર્ચાઑ લોકમુખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *