હવે થી બાળકો ને ગાડી પર બેસતી વખતે પહેરવું પડશે હેલ્મેટ, ૪૦ થી વધુ ની સ્પીડ પર પણ ફાટશે મેમો જાણો

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ માર્ગ અકસ્માતોમાં ઘણા લોકો અચાનક મૃત્યુ પણ પામે છે. જેમાં અનેક બાળકો પણ સામેલ છે. આવા માર્ગ અકસ્માતોને કારણે થતા અકાળ મૃત્યુથી બાળકોને બચાવવા માટે કેન્દ્રીય મંત્રાલય દ્વારા એક નવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

માર્ગ અકસ્માતોમાં મોટાભાગના અકસ્માતો વાહનની ઓવર સ્પીડના કારણે થાય છે, આવુ જ એક કારણ દોરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 4 વર્ષ સુધીના બાળક સાથે જતી મોટરસાઇકલની ગતિને નિયંત્રિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

મંત્રાલયના પ્રસ્તાવ મુજબ ચાર વર્ષ સુધીના બાળકો સાથે મુસાફરી કરતી મોટરસાઈકલની સ્પીડ 40 કિમીથી વધુ ન હોવી જોઈએ.

આ સિવાય મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે કે વાહનની પાછળ બેઠેલા 9 મહિનાથી 4 વર્ષના બાળકે પણ મુસાફરી દરમિયાન ક્રેશ હેલ્મેટ પહેરવું પડશે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સુરક્ષિત રીતે સમાવવા માટે સલામતી હાર્નેસનો ઉપયોગ કરવો જોઈએ.

જેનો ઉપયોગ કરીને પાછળ બેઠેલા બાળકની સુરક્ષાનું સારી રીતે ધ્યાન રાખવામાં આવશે. સેફિટ હાર્નેસ એ એક ઉપકરણ છે જેની મદદથી ડ્રાઇવરના શરીરની પાછળ બેઠેલા બાળકના શરીરને સ્ટ્રીપ વેસ્ટ જેવા સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ડ્રાઇવરના શરીર સાથે સુરક્ષિત રીતે જોડવામાં આવે છે. આ અંગે મંત્રાલય દ્વારા એડવાઈઝરી પણ મંગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *